મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ પાસે બંધ ટ્રકમાં બાઇક અથડાતાં યુવાનનું મોત: ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીના નાગડાવાસ પાસે બંધ ટ્રકમાં બાઇક અથડાતાં યુવાનનું મોત: ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા નાગડાવાસ ગામના પાટિયા પાસે થોડા દિવસો પહેલા સાંજના સમયે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રોડ સાઈડમાં ઉભેલા ટ્રક કંન્ટેનરની પાછળ બાઇક અથડાયું હતું ત્યારે માળીયા(મિં.) ના નવાગામના રહેવાસી યુવાનનું મોત નિપજયુ હતું જે બનાવવામાં હાલમાં મૃતક યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક કંન્ટેનરના ચાલકની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ માળીયાના નવાગામ ખાતે રહેતા અલીમાહમદ રસુલભાઇ જેડા જાતે મિયાણા (૩૫)એ હાલમાં ટ્રક કંન્ટેનર નંબર જીજે ૧૨ બીએક્સ ૦૦૭૩ ના ચાલકની સામે ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના માળિયા હાઇવે નાગડાવાસ ગામના પાટીયા પાસે તા.૧૬-૧૧ ના સાંજના છએક વાગ્યાના અરસામાં તેનો ભત્રીજો સાહિલ રહેમાનભાઈ જેડા જાતે મિંયાણા (૨૦) રહે. નવાગામ તાલુકો માળીયા મિંયાણા વાળો બાઇક નંબર જીજે ૧ એમયુ ૯૦૮૩ લઈને જય રહ્યો હતો ત્યારે ટ્રક કંન્ટેનરના ચાલકે તેનું વાહન રોડ સાઈડમાં ઊભું રાખ્યું હતું જો કે, કોઈ આડશ રાખી ન હતી જેથી કરીને ફરિયાદના ભત્રીજાનું બાઇક તેમાં પાછળના ભાગે અથડાયું હતું અને તેને શરીરે ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને અકસ્માતના આ બનાવમાં હાલમાં મૃતક યુવાનના કાકાએ નોંધવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અને આ કેસની તપાસ પીએસઆઈ એસ.એન.સગારકા ચલાવી રહ્યા છે




Latest News