મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે કેક કટિંગ-શોભાયાત્રા સાથે જલારામ બાપાની જન્મજયંતિ ઉજવાઇ : હજારો લોકોને લીધો મહાપ્રસાદ


SHARE













મોરબીના જલારામ મંદિરે કેક કટિંગ-શોભાયાત્રા સાથે જલારામ બાપાની જન્મજયંતિ ઉજવાઇ: હજારો લોકોને મહાપ્રસાદનો લાભ લીધો

સંત સિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપાની ૨૨૪મી જન્મ જયંતિની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી છે ત્યારે છોટે વિરપુર તરીકે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જાણીતા મોરબીમાં જલારામ પ્રાર્થના મંદિર ખાતે કેક કટિંગ કરીને જલારામ બાપાની ૨૨૪મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી અને ત્યારે લોકોના ઘરમાં ૨૪ કલાક અજવાળા પથરતા વીજ કંપનીના લાઇન મેનોના હસ્તે કેક કટિંગ કરવામાં આવ્યું હતું ત્યારે જલારા મંદિર જય જલરામના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને મોરબીમાં આ વર્ષે  જલારામ બાપાની ૨૨૪મી જન્મજયંતિ નિમિતે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે મોરબીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો હજારો લોકોએ લાભ લીધો હતો

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જલારામ જયંતિ ના પાવન પર્વ નિમિતે અતિથી વિશેષ તરીકે સમાજની વિશેષ વ્યક્તિઓને આમંત્રીત કરી તેમના હસ્તે કેક કટીંગ કરાવવામા આવે છે. તે પ્રથાને જાળવી રાખીને આ વર્ષે ૨૪ કલાક લોકોના ઘરમાં અજવાળા રહે તેના માટે રાતદિવસ કામ કરતાં વીજ કંપનીના લાઇન મેનોને બોલાવવામાં આવ્યા હતા અને તેના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવામા આવી હતી ત્યારે વીજ કંપનીના અધિકારી પણ હાજર રહ્યા હતા આ તકે રાજ્ય માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને કેક કટીંગ સાથે જલારામ બાપાના ગગન ભેદી નાદથી મંદિર ગુંજી ઊઠયું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગિરીશભાઇ, ઘેલાણી,  નીર્મીતભાઈ કકકડનરેન્દ્રભાઈ રાચ્છભાવિનભાઈ ઘેલાણીચિરાગભાઈ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારાહરીશભાઈ રાજા, દીપકભાઈ પોપટ સહીતના આગેવાનો દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતા.

ત્યાર બાદ બપોરે ત્રણ વાગ્યાથી મોરબીના જલારામ મંદિરેથી મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી જે સરદાર રોડ, નગર દરવાજ ચોક, રવાપર રોડ, શનાળા રોડ અને સવાસર પ્લોટ મેઇન રોડ ઉપર આવેલ દશાશ્રી માળીની વાડી ખાતે પૂરી કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો સહ પરિવાર જોડાયા હતા અને ચાર કલાક કરતાં પણ વધુ સમય સુધી મોરબીના મુખ્ય માર્ગો ઉપર આ શોભાયાત્રા ફરી હતી અને ત્યારે શહેરના માર્ગો પણ જય જલારામના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને સાંજે મોરબીના છેલ્લા ૩૫ વર્ષ જેટલા સમયથી જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા મોરબીમાં જલારામ જયંતીના દિવસે જે રીતે મોરબીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષે પણ મોરબીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો હજારો લોકોએ લાભ લીધો હતો અત્રે ઉલેખનીય છે કેદર વર્ષે સમાજના જુદાજુદા લોકો પાસેથી જે આર્થિક સહયોગ મળે તેના આધારે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે જો કે, આ વર્ષે મોરબીમાં વૈભવ ફટાકડાના નામથી જાણીતા ધિરજભાઈ વાલજીભાઇ હીરાણી અને તેનો પરિવાર મહાપ્રસાદનો યજમાન બનેલ હતો અને એક જ પરિવારના આર્થિક સહયોગથી મોરબીમાં જલારામ જયંતિના દિવસે મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભૂપતભાઇ રવેશીયા, નરેન્દ્રભાઈ પોપટ, જમનભાઇ હિરાણી, શૈલેષભાઈ પોપટ, સી.પી.પોપટકલ્પેશભાઇ રવેશીયા સહિતના  સમાજના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News