મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે વાડીએ બાંધેલા ઝાટકો તારમાંથી શૉટ લાગતાં યુવાનનું મોત


SHARE









હળવદના ચરાડવા ગામે વાડીએ બાંધેલા ઝાટકો તારમાંથી શૉટ લાગતાં યુવાનનું મોત

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનને વાડીના શેઢે બાંધેલ ઝાટકો તાર ખેંચતા ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાનો રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં ડાયાભાઈ સવજીભાઈ ચૌહાણની વાડીએ રહેતો અને મજૂરી કામ કરતો સાયલાભાઈ ઉર્ફે શૈલેષ નગલીયાભાઈ ઉર્ફે નસરીયાભાઈ ટોકરીયા રાઠવા (ઉમર ૨૦) નામનો યુવાન વાડીએ હતો ત્યારે વાડીની શેઢે લગાવેલ ઝાટકો તાર ખેચતા ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તે યુવાનને તાત્કાલિક સારવાર માટે હળવદની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને જોઈ તપાસીને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

દવા પી જતા રાજકોટ ખસેડાયો

મોરબીના લખધીરપુર રોડ ઉપર રહેતો ધર્મેશ દેવજીભાઈ મકવાણા નામનો ૨૨ વર્ષીય યુવાન લખધીરપુર રોડ ઉપર આવેલ આલ્ફા સીરામીકની સામેની આર્ય ફેક્ટરી નામના યુનિટ નજીક કોઈ કારણસર ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.આ બાબતે જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

ધરમપુર ગામે મારામારી 

મોરબી નજીકના ધરમપુર ગામે થયેલ મારામારીના બનાવમાં અનિલ પ્રભુભાઈ દહેડીયા જાતે દેવીપુજક (ઉમર ૨૪) અને સુમનબેન અનિલભાઈ (ઉંમર ૨૦) ને ઈજાઓ થતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા તપાસ કરવામાં આવી હતી.

પીપળી રોડે મારામારી

મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલ લીવોન સીરામીકમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા અને મૂળ ઝારખંડના જીતેન્દ્રકુમાર મહેન્દ્રરામ નામના યુવાનને યુનિટમાં લેબર ક્વાર્ટરમાં બાળકો બાબતે થયેલ બોલાચાલી બાદની મારામારીના બનાવમાં ઇજાઓ થતા શહેરના સામાકાંઠે આવેલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા પોલીસ સ્ટેશનના જે.બી.પરમાર દ્વારા તપાસ કરવામાં આવી હતી.






Latest News