મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૩૬૩ ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરશે


SHARE













મોરબી જિલ્લાના ૩૬૩ ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરશે

મોરબી જિલ્લામાં તા.૨૨ નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભનો થશે. આ યાત્રા ૩ રથ સાથે જિલ્લાના ૩૬૩ ગામોમાં ભ્રમણ કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સેવેલા વિકસિત ભારત-૨૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના છેવાડાના માનવીના સર્વાંગી વિકાસની પરીકલ્પનાને સાકાર કરી સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્ર તરીકે ભારત દેશ વિશ્વ સમક્ષ આવે તેવા આશય સાથે વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો સમગ્ર મોરબી જિલ્લામાં શુભારંભ કરવામાં આવશે.

કેન્દ્ર-રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા તમામને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી આવરી લેવાની તંત્રની નેમ છે. આ માટે ગ્રામ્ય કક્ષાએ પાત્રતા ધરાવતા લોકોને જુદી જુદી યોજનાઓનો લાભ આપવા માટે વિશેષ જનજાગૃતિ ઊભી કરવામાં આવશે. સાથે જ યાત્રા દરમિયાન લાભ મળવાપાત્ર હોય તેવા લાભાર્થીની નોંધણી પણ કરવામાં આવશે. આમ, એક પણ લાભાર્થી કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓના લાભથી વંચિત ન રહે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે.

આ યાત્રા દ્વારા ગ્રામીણ કક્ષાએ આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન, કિસાન ક્રેડિટ કાર્ડ, પ્રધાનમંત્રી પોષણ અભિયાન, હર ઘર જલ-જલ જીવન મિશન, સ્વામિત્વ યોજના, જન ધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી પ્રણામ, નેનો ફર્ટીલિજેર યોજના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સાથે હેલ્થ કેમ્પ, પશુ સારવાર કેમ્પ, સેવા સેતુ સહિતના પ્રજાકીય પ્રકલ્પોનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આ માટે જરૂરી તૈયારીઓ કરવામાં પણ આવી રહી છે.






Latest News