મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે થયેલ મારામારીમાં ઇજા પામેલ સગીરનું મોત બનાવ હત્યામાં પલટાયો: લાશ સ્વીકારવાનો પરિવારનો ઇન્કાર


SHARE







મોરબીના શનાળા ગામે થયેલ મારામારીમાં ઇજા પામેલ સગીરનું મોત બનાવ હત્યામાં પલટાયો: લાશ સ્વીકારવાનો પરિવારનો ઇન્કા

મોરબી નજીકના શકત શનાળા ગામે અગાઉ થયેલી મારામારી અને ઝઘડાનો રોષ રાખીને તેમજ ઘર પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનો રોષ રાખીને હુમલો કરવામાં આવ્યો હતો. અને ધોકા-પાઇપથી એક  પરિવારના ચાર લોકોની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ઇજા પામેલા સગીરનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે અને હાલમાં મૃતકના પરિવારે લાશ લેવાનો ઇન્કાર કર્યો છે અને હજુ બીજા આરોપીને પકડવાના બાકી છે તેને પકડવામાં આવે ત્યાર પછી લાશ લેશે તેવું કહી રહ્યા છે અત્રે ઉલેખનીય છે કે, ભોગ બનેલ પરિવાર દ્વારા નવ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે તમામ આરોપીઑની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે

મોરબીના શનાળા ગામે આવેલા ઇન્દિરાવાસ વિસ્તારમાં અગાઉ થયેલી મારામારીના બનાવનો ખાર રાખીને તેમજ ઘર પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનો રોષ રાખીને ઇકો કારમાં ધોકા-પાઇપ સાથે આવેલા નવ શખ્સો દ્વારા થોડા દિવસો પહેલા એક જ પરિવારના ચાર લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને રાહુલ મહેશ સોલંકીદેવુબેન બાબુભાઈ સોલંકીબાબુભાઈ આંબાભાઈ સોલંકી અને નીતિન મહેશભાઈ સોલંકીને ઇજા થતા પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જે પૈકી રાહુલદેવુબેન અને બાબુભાઈને વધુ ઇજા હોય રાજકોટ ખસેડાયા હતા ત્યાર બાદ બાબુભાઈ આંબાભાઈ સોલંકી (૬૬)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાધેલાપ્રેમજીભાઇ છગનભાઇ વાઘેલાઅશ્વીન રવજીભાઇ વાઘેલાપંકજ પ્રેમભાઈ વાઘેલાનિતીન ઉર્ફે લાલો ધનજીભાઇ સોલંકીમનોજ ધનજીભાઇ સોલંકીગોવીંદ મનસુખભાઇ વાઘેલામયુર કાંતીભાઇ વાધેલા અને માનવ બચુભાઇ સોલંકી રહે.બધા ઇન્દીરાવાસ શકત શનાળા ગામ તા.જી. મોરબી સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે રાયોટીંગ અને કાવતરું રચવું સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી અને તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે જો કે, ગઇકાલે રાતે આઠ વાગ્યાના અરસામાં ઇજાગ્રસ્ત રાહુલ મહેશ સોલંકી (૧૭)નું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી કરીને મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે અને હાલમાં મૃતકના પરિવારજન દ્વારા આરોપી પ્રકાશ મનસુખભાઇ વાઘેલા અને સોમીબેન મનસુખભાઇ વાઘેલાની ધરપકડ ન કરવામાં આવે ત્યાં સુધી મૃતક સગીરની લાશને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે તેવું હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી જાણવા મળી રહ્યું છે






Latest News