હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ મોરબીમાં લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂત શિબિર યોજાઈ સેવા સંકલ્પ સાથે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા માં આશાપુરાના દર્શનાર્થે કરશે પદયાત્રા 14 પડતર માંગણીઓ નહીં સંતોષતા મોરબી જીલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નીએ ભરણપોષણ કેસ કરતા યુવાન ગુમ


SHARE











મોરબીમાં પત્નીએ ભરણપોષણ કેસ કરતા યુવાન ગુમ

મોરબીના વિસીપરામાં રહેતા યુવાનની પત્ની છેલ્લા ચાર વર્ષથી રિસામણે છે અને તેને ભારણ પોસાણનો કેસ કરે છે જેથી કરીને યુવાન પોતાના ઘરે કોઇને કશું જ કહ્યા વિના જતો રહ્યો છે જેથી કરીને યુવાનના પિતાએ આ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમ સુધા ફરિયાદ આપતા પોલીસે યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીના વિસીપરામાં આવેલા વિજયનગરમાં રહેતા અશ્વિનભાઈ જીવરાજભાઈ રેસીયા (૩૦) નામનો યુવાન ગત તા. ૬/૧૧ ના રોજ બપોરે ચાર વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કશું જ કહ્યા વિના નીકળી ગયેલ છે અને આ યુવાનના લગ્ન છ વર્ષ પહેલા થયા હતા જો કે તેની પત્ની કંચનબેન છેલ્લા ચાર વર્ષથી રિસામણે બેઠેલ છે અને તેને સંતાનમાં સાડા ચાર વર્ષની દીકરી છે અને યુવાનની પત્નીએ તેના પતિની સામે ભરણપોષણનો કેસ કરેલ છે જે કોર્ટમાં ચાલી રહ્યો છે જેથી યુવાન ગુમસુમ રહેતો હતો અને અચાનક તે ગુમ થઈ ગયેલ છે જેથી કરીને યુવાનના પિતા જીવરાજભાઈ રેસીયાએ મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તેનો દીકરો ગુમ થયો હોવાની ગુમસુધા ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરી છે

બાઈક સ્લીપ

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ નેલકો સીરામીક ખાતે રહેતા રામદયાલ રામનારાયણ બિંદ નામનો વ્યક્તિ મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ જીલટોપ સિરામિક કારખાના પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થવાથી અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી

મારામારીમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા કિશન શંકરભાઈ ભાલ (૩૦) અને રાધાબેન કિશનભાઇ ભાલ (૩૦)ને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યા સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળી કાર્યવાહી કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના માળીયા હાઇવે રોડ ઉપર આવેલ પાટીદાર ટાઉનશીપની બાજુમાં ગણેશ નગર ખાતે રહેતા જીવણભાઈ દયાલજી વેકરીયા (૨૯) નામનો યુવાન બાઇક લઈને દુકાનેથી ઘર તરફ જતો હતો ત્યારે ટ્રકની પાછળના ભાગમાં બાઈક અથડાયું હતું જેથી કરીને યુવાને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની વધુ તપાસ સબળસિંહ ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબીના સોખડા ગામે રહેતા સતિષભાઈ વિજયભાઈ સુરેલા (૧૫) અને નિશાંત લક્ષ્મણભાઈ થરેસા (૧૫) નામના બે સગીરને બહાદુરગઢ ગામ તરફ જતા રસ્તે બાઈક સ્લીપ થવાથી ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યા સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી આ બનાવની આગળની વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે 




Latest News