મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

રાજ્યના માજી મંત્રી બ્રિજેશ મેરજાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ગુજરાતના ઈન્ચાર્જ તરીકે નિમણુંક


SHARE













રાજ્યના માજી મંત્રી બ્રિજેશ મેરજાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ગુજરાતના ઈન્ચાર્જ તરીકે નિમણુંક

દેશના યશસ્વી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર વિવિધ જન કલ્યાણકારી યોજનાઓને સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ભારત સરકાર દેશવ્યાપી વિકસિત ભારત સંકલ્પ યાત્રા  બે તબક્કામાં શરૂ કરી રહી છે, આ યાત્રા દેશના તમામ જિલ્લાઓની ગ્રામ પંચાયત અને શહેરી વિસ્તારોમાં આવશે આ યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

પ્રથમ તબક્કામાં આદિવાસી ગૌરવ દિવસ ૧૫ નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઝારખંડના રાંચીથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. ૨૧ રાજ્યોના ૬૮ આદિવાસી પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓમાં ૨.૦૫ લાખ ગ્રામ પંચાયતોમાં પ્રચાર અભિયાન તરીકે ચાલશે બીજા તબક્કામાં આ યાત્રા પ્રદેશના તમામ જિલ્લાઓમાં  ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૪ સુધી ચાલશે. મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્ય સહિત પક્ષના તમામ હોદેદારો યાત્રામાં જોડાશે જેમાં કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના સાહિત્યનું વિતરણ કરવામાં આવશે, સરકારી યોજનાઓના ફોર્મ ભરાવવા વિકસિત ભારત અંગે પ્રતિજ્ઞા લેવડાવી, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે કાર્યક્રમો કરવામાં આવશે,આ સમગ્ર વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ગુજરાત રાજ્યના પ્રભારી તરીકે મોરબીના પનોતા પુત્ર અને પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાની નિમણુંક થતા મોરબીનું ગૌરવ વધારવા બદલ તેઓને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે






Latest News