મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ મોરબીમાં લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂત શિબિર યોજાઈ સેવા સંકલ્પ સાથે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા માં આશાપુરાના દર્શનાર્થે કરશે પદયાત્રા 14 પડતર માંગણીઓ નહીં સંતોષતા મોરબી જીલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસિયા પાસે વૃદ્ધને માર મારીને હત્યા કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ


SHARE











વાંકાનેરના વઘાસિયા પાસે વૃદ્ધને માર મારીને હત્યા કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ

વાંકાનેર તાલુકાના કેરાળા ગામે નવા વર્ષના દિવસે રામરામ કરવા બાબતે બોલાચાલી ઝઘડો અને ફાયરિંગ કર્યું હતું જે ઘટનાના આરોપી ઉપર વાંકાનેરના નવા વઘાસીયા ગામ પાસે ફાટક નજીક ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજ પામેલા વૃદ્ધને સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત મોત નીપજયું હતું જેથી કરીને મારામારીનો બનાવ હત્યામાં પલટાયેલ હતો જે ગુનામાં પોલીસે હાલમાં એક આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે 

વાંકાનેરના વીસીપરા ધમલપર-૨ માં રહેતા લાખાભાઈ ગોરાભાઇ બાંભવા જાતે ભરવાડ (૬૫) એ થોડા દિવસો પહેલા નથુભાઈ ભગાભાઈ ગોલતર રહે. કેરાળા તાલુકો વાંકાનેર તેમજ અન્ય ત્રણ શખ્સો આમ કુલ મળીને ચાર શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, થોડા દિવસો પહેલા આરોપી નથુભાઈ ગોલતરના સગા રૈયાભાઈ ગોલતર સાથે વાંકાનેર તાલુકાના કેરાળા ગામે નવા વર્ષના દિવસે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઝઘડો થયેલ હતો અને ત્યારે ફાયરિંગ કરીને તલવાર વડે હુમલો પણ કરવામાં આવ્યો હતો જેમાં રૈયાભાઇને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને  આવ્યા હતા જે બાબતનો ખાર રાખીને નથુભાઈ ગોલતર તથા તેની સાથે આવેલા શખ્સોએ ફોરવીલ ગાડી વૃદ્ધના બાઈકની આડે ઊભી રાખી હતી અને લાખાભાઈ બાંભવાને લાકડી વડે શરીર ઉપર આડેધડ હાથે અને પગે માર માર્યો હતો તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા અને સારવાર દરમ્યાન લાખાભાઈ બાંભવાનું મોત નીપજયું હતુ જેથી મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો અને પોલીસે ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં પોલીસે આરોપી નથુભાઈ ભગાભાઈ ગોલતર રહે. કેરાળા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે 




Latest News