મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને મસ્તી કરવાની ના કહેતા તેને લાકડી વડે માર માર્યો: ગુનો નોંધાયો


SHARE













મોરબીમાં યુવાને મસ્તી કરવાની ના કહેતા તેને લાકડી વડે માર માર્યો: ગુનો નોંધાયો

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરામાં યુવાનની મશ્કરી કરી રહેલા શખ્સને  મસ્તી કરવાની ના પાડી હતી જે બાબતે તેને સારું નથી લાગતા તેને ગાળો આપીને લાકડી વડે યુવાનને ડાબા હાથમાં માર માર્યો હતો અને ટચલી આંગળીમાં ફેક્ચર જેવી ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરામાં દશામાના મંદિરની પાછળના ભાગમાં રહેતા પુરુષોત્તમભાઈ હીરાભાઈ ચાવડા (૪૦) એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કિશોરભાઈ મૂળજીભાઈ સારેસા રહે. રોહીદાસપરા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હનુમાનજીની દેરી પાસે ફરિયાદી હાજર હતા ત્યારે તેની આરોપી કિશોરભાઈ મજાક મસ્તી કરતાં હતા જેથી તેને મસ્તી કરવાની ના પાડી હતી જે બાબતને લઈને તે ઉશ્કેરાઈ હતા હતા અને તેણે ગાળો આપીને લાકડી વડે યુવાનને માર માર્યો હતો જેથી કરીને યુવાનને ડાબા હાથની આંગળીમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ આ બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News