મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ મોરબીમાં લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂત શિબિર યોજાઈ સેવા સંકલ્પ સાથે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા માં આશાપુરાના દર્શનાર્થે કરશે પદયાત્રા 14 પડતર માંગણીઓ નહીં સંતોષતા મોરબી જીલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક એક્ટિવા આડે ખુટિયો આવતા સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું મોત


SHARE











વાંકાનેર નજીક એક્ટિવા આડે ખુટિયો આવતા સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું મોત

વાંકાનેર નજીકના નવી રાતીદેવડી ગામ તરફ જવાના રસ્તા ઉપરથી આધેડ પોતાનું એકટીવા લઈને જઈ રહ્યા હતા ત્યારે તેના એક્ટિવાની આડે ખુટિયો ઉતર્યો હતો જેથી કરીને આધેડે પોતાના વાહનના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને તે રસ્તા ઉપર નીચે પટકાયા હતા જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડાના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના આરોગ્ય નગર શેરી નં-૨ માં બસ સ્ટેશન સામે રહેતા જયંતીભાઈ ભવનભાઈ મદ્રેસાણીયા જાતે કોળી (૬૦)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેઓના મૃતક ભાઈ મુકેશભાઈ ભવનભાઈ મદ્રેસાણીયા જાતે કોળી (૫૪) રહે. આરોગ્ય નગર શેરી નં-૯ વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ નાના ભાઈ મુકેશભાઈ મદ્રેશણીયા એકટીવા નંબર જીજે ૩૬ જે ૩૨૨૪ લઈને રાતીદેવડી ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના એક્ટિવાની આડે ખુટિયો ઊતર્યો હતો જેથી કરીને ફરિયાદીના ભાઈએ એક્ટિવાના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા તેઓ રોડ ઉપર નીચે પટકાયા હતા અને તેને માથાના ભાગે ગંભીર થઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતક આધેડના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News