માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારી યોજનાઓ ઘર આંગણે આવી: મોહનભાઈ કુંડારિયા


SHARE











વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારી યોજનાઓ ઘર આંગણે આવી: મોહનભાઈ કુંડારિયા

સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓથી લોકો વાકેફ થાય તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે વાંકાનેર તાલુકાના ઢુવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, “આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સરકારશ્રીની યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવો તે માહિતી આપવાનો અને યોજનાઓનો લાભ આપવાનો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારી યોજનાઓ ઘર આંગણે આવી છે. ત્યારે જેમને આ યોજનાઓનો લાભ મળ્યો નથી તેમને આ યોજના વિશે જણાવી આંગળી ચીંધવાનું પુણ્ય મેળવીએ. આયુષ્માન કાર્ડ થકી ગંભીર બીમારીઓના ઈલાજ માટે ૧૦ લાખની સહાય આપવામાં આવે છે વિશ્વમાં આવી મોટી કોઈ યોજના ભાગ્યે જ હશે તેવું જણાવી તેમણે વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શીરેશિયા, શિરસ્તદાર એ.બી. પરમાર, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી બીપીનભાઈ સોલંકી, સર્કલ ઓફિસર આર.એ. ઝાલા, ઢુવા ગામના સરપંચ શાંતુબેન ચૌહાણ, અગ્રણી હરુભા ઝાલા તેમજ પદાધિકારી/અધિકારી અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




Latest News