માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા વીરપર મુકામે બે દિવસીય યોગ શિબિર યોજાઈ


SHARE











મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા વીરપર મુકામે બે દિવસીય યોગ શિબિર યોજાઈ

મોરબીની પી.જી.પટેલ કોલેજના વિધાર્થીઓ માટે પ્રમુખ દેવકરણ ભાઈની પ્રેરણાથી  તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ કોલેજના વિધાર્થીઓ માટે તા. ૨૨ અને ૨૩ નવેમ્બર  બે દિવસીય વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં યોગ ટ્રેઈનર તરીકે પ્રવીણભાઈ મજીઠીયા (ગાંધીનગર), પ્રો. હરિત જોશી (જુનાગઢ) તથા અમીશ પટેલ (આણંદ) ખાસ ઉપસ્થિત રહીને વિધાર્થીઓને ૩ SRB યોગ (લયબદ્ધ શ્વસન) અને તેનાથી થતા ફાયદાઓ વિષે રસપ્રદ રીતે અવગત કર્યા હતા તેમજ યોગ અને આંતરિક અનુશાશન દ્વારા કઈ રીતે અભ્યાસની સાથે શારીરિક ફાયદાઓ પણ મેળવી શકાય તે અંગે રસપ્રદ છણાવટ કરી હતી. આ શિબિરમાં મોટી સંખ્યામાં  કોલેજના વિધાર્થીઓ અને સમગ્ર કોલેજ સ્ટાફ તેમજ મોરબીની આસપાસની સરકારી શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા (સજ્જનપર પ્રા.શાળા), રાકેશભાઈ રાઠોડ (ભીમગુડા પ્રા.શાળા) તથા રાજુભાઈ વ્યાસ (રાયધ્રા પ્રા. શાળા) ઉત્સાહભેર જોડાયા હતા.




Latest News