આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે થયેલ સગીરની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE













મોરબીના શનાળા ગામે થયેલ સગીરની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબી નજીકના શકત શનાળા ગામે ધોકા-પાઇપથી એક  પરિવારના ચાર લોકોની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ઇજા પામેલા સગીરનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો જો કે, પોલીસે અગાઉ ફરિયાદમાં નોંધાયેલા તમામ આરોપીઓને પકડીને જેલ હવાલે કર્યા હતા જો કે, આ ગુનામાં પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના શનાળા ગામે આવેલા ઇન્દિરાવાસ વિસ્તારમાં અગાઉ થયેલી મારામારીના બનાવનો ખાર રાખીને તેમજ ઘર પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનો રોષ રાખીને ઇકો કારમાં ધોકા-પાઇપ સાથે આવેલા નવ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવલે હતો જે અંગે બાબુભાઈ આંબાભાઈ સોલંકી (૬૬)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાધેલા સહિત કુલ મળીને નવ શખ્સોની સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે રાયોટીંગ અને કાવતરું રચવું સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને જે તે સમયે જ આરોપીઓને પકડીને જેલ હવાલે કરેલ હતા જો કે, ત્યાર બાદ આ ઘટનામાં ઇજા પામેલ રાહુલ મહેશ સોલંકી (૧૭)નું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી કરીને મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો જેથી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરીને હાલમાં આ ગુનામાં આરોપ અજીતભાઇ ગોવિદભાઈ પ્રિયદર્શની (સોલંકી) (૩૮) રહે. ઇન્દીરાવાસ શકત શનાળા વાળાની ધરપકડ કરેલ છે






Latest News