માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરે બળજબરીપૂર્વક ચેક અને કાર પડાવી લીધા બાદ કરેલ ચેક રીટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીમાં વ્યાજખોરે બળજબરીપૂર્વક ચેક અને કાર પડાવી લીધા બાદ કરેલ ચેક રીટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીમાં રહેતા વ્યક્તિને પોતે કોન્ટ્રાક્ટના કામ રાખતો હોય કોન્ટ્રાક્ટના મજૂરોને પૈસા દેવા માટે પૈસાની જરૂર પડતા એક વ્યક્તિ પાસેથી ઊંચા વ્યાજે  પૈસા લીધા હતા અને ઉછીના લીધેલ  રૂપિયાની સામે ડબલ રકમ ચૂકવી દીધી હોવા છતાં પણ વ્યાજખોર દ્વારા તેની પાસેથી બળજબરીપૂર્વક પાંચ કોરા ચેક અને કાર પડાવી લેવામાં આવી હતી અને તે ચેકો પૈકીનો એક ચેક રૂપિયા બે લાખનો લખીને બેંકમાં નાખવામાં આવ્યો હતો.જે પરત ફરતા વ્યાજખોરે યુવાન સામે ચેક રીટર્નની ફરિયાદ કરી હતી અને તેમાં કોર્ટે હાલ તમામ આધાર પુરાવાઓને ધ્યાને લઈને અને આરોપીના એડવોકેટની દલીલોને માન્ય રાખીને નમુનારૂપ કહી શકાય તેમ ચેક રિટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો કર્યો છે તેમજ વ્યાજખોરે પડાવી લીધેલ કાર પણ પરત આપવા માટે કોર્ટ દ્વારા હુકમ કરાયો હોવાનું જાણવા મળેલ છે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીમાં સને ૨૦૧૯ ની સાલમાં પ્રતિકભાઇ દશરથભાઇ ડાયમા નામના વ્યક્તિએ ઇકબાલભાઇ કરીમભાઇને ઉંચા વ્યાજે રૂા.૫ લાખ આપ્યા હતા.જે નાંણાંની સામે ઇકબાલભાઇએ પ્રતિકભાઇ ડાયમાને વ્યાજ સહીત ડબલ રકમ ચુકવી આપેલ હતી.છતાં પ્રતિકભાઇ ડાયમાએ ડરાવી-ધમકાવીને ઇકબાલભાઇ પાસેથી ૫ કોરા ચેકમાં સહી કરાવડાવી લીધેલ હતી અને કાર પણ પડાવી લીધૂ હતી.તે ૫ ચેકમાંથી પ્રતિકભાઇ ડાયમાએ એક ચેક રૂા.બે લાખનો ખોટી રીતે લખીને પોતાના ખાતામાં નાંખ્યો હતો.જે ચેક રિટર્ન થતા પ્રતિકભાઇએ ઇકબાલભાઇ ઉપર ધી નેગોશીયેબલ ઇન્સટ્રુમેન્ટ એકટ ૧૩૮ મુજબની ફરિયાદ મોરબી નામ.કોર્ટમાં કરી હતી.નામદાર સી.વાય.જાડેજા મેડમની કોર્ટમાં આ કેસ ચાલી જતા આરોપી ઇકબીલભાઇ તરફે મોરબીના યુવા એડવોકેટ મહીધરભાઇ દવેએ દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામ.હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના જજમેન્ટ રજુ કર્યા હતા.જેને ધ્યાને લઈને નામ.કોર્ટે આરોપી ઇકબાલભાઇ કરીમભાઇને ચેક રીટર્નના કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.આરોપી તરફેથી એડવોક્ટ મહીધરભાઇ દવે તેમજ એડવોકેટ જયભાઇ પરીખ રોકાયેલ હતા.




Latest News