આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

કલેકટરની ખાતરીનું  સૂરસૂરિયું: મોરબીમાં યુવાનને અમાનુષી માર મારનાર વિભૂતિ પટેલ હજુ પકડાઈ નથી !


SHARE













કલેકટરની ખાતરીનું  સૂરસૂરિયું: મોરબીમાં યુવાનને અમાનુષી માર મારનાર વિભૂતિ પટેલ હજુ પકડાઈ નથી !

મોરબીમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને તેના ભાઈ સહિતનાઓએ અનુસિચિત જાતિના યુવાનને અમાનુષી માર માર્યો હતો અને પગાર લેવા ગયેલા યુવાનને મોઢામાં ચપ્પલ લેવડાવ્યું હતું જે બનાવને લઈને ગઇકાલે મોરબી જિલ્લા અનુસૂચિત જાતિના આગેવાનો સહિતના લોકો બહોળી સંખ્યામાં કલેક્ટર કચેરીએ ગયા હતા અને ત્યારે કલેકટરને આવેદન આપીને રાણીબા અને તેની સાથે જે લોકો યુવાનને મારવા હતા તે તમામની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે કલેકટર દ્વારા ડીવાયએસપી સાથે ચર્ચા કરીને આરોપીઓને ગઇકાલ સાંજ સુધીમાં પકડી લેવામાં આવશે તેવી ખાતરી આપેલ હતી જો કે, હજુ સુધી આ ગુનામાં વિભૂતિ પટેલ કે પછી તેના સાગરીતોમાંથી કોઈ પણ પકડાયેલ નથી

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા નિલેશભાઈ કિશોરભાઈ દલસાણીયા (૨૧)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાઓમ પટેલરાજ પટેલપરીક્ષિતડી.ડી. રબારી તથા અન્ય સાત અજાણ્યા શખ્સ રહે. બધા જ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કેતેને રાણીબા ના ઇન્સ્ટગ્રામમાં સ્ટાફ જોઈએ છે  તેવી જાહેરાત જોઈ હતી જેથી તે ત્યાં ગયો હતો અને ત્યાર બાદ રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટના ચોથા માળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ રહ્યો હતો અને ત્યાં ૧૬ દિવસ કરેલ કામનો પગાર આપવામાં આવેલ ન હતો અને યુવાને ફીણ કરતાં ઓફિસે બોલાવીને તેને અમાનુષી માર મારવામાં આવ્યો હતો અને તેને માર મારીને પગરખું મોઢામાં આપવામાં આવ્યું હતું જેની ફરિયાદ નોંધાઈ ગયેલ છે તો પણ આરોપી પકડાયેલ નથી જેથી મોરબી જિલ્લા અનુસુચિત જાતિ સમાજના આગેવાનો  સહિતના લોકો દ્વારા સમાજમાં આ ઘટનાને લઈને રોષની લાગણી ફેલાઈ છે ત્યારે આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ સાથે ગઇકાલે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું ત્યારે મોરબી જીલ્લા અનુ. જાતી સમાજના લોકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને અત્યાચાર બંધ કરો સહિતના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા

આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહીત બાર વ્યક્તિઓની સામે આઇપીસી કલમ ૩૨૩૫૦૪૫૦૬ તેમજ રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો જો કે, ગઇકાલે બપોરે કલેક્ટર કચેરીએ આવેલા તપાસનીસ અધિકારી પી.એ. ઝાલાએ જણાવ્યુ હતું કે, ભોગ બનેલા યુવાન પાસેથી રોકડા રૂપિયા ૫૦૦ અને ઘડિયાળની લૂંટ કરવામાં આવી હોવાનું તે કહે છે જેથી આ ગુનામાં લૂંટનું કલમનો ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ આપી દેવામાં આવેલ છે એટ્લે કે લૂંટની કલમનો ઉમેરો કરવામાં આવેલ છે હાલમાં પોલીસ દ્વારા જુદીજુદી ત્રણ ટિમ બનાવીને આરોપીને પકડવા માટે તેઓના રહેણાક, ઓફિસ સહિતના સ્થળે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે

આટલું જ નહીં ટેકનિકલ મધ્યમથી પણ આરોપી સુધી પહોચવા માટે પોલીસ કામ કરી રહી છે જો કે, ગઇકાલે સમાજના આગેવાનો સહિતના લોકો આવ્યા હતા ત્યારે અધિકારીઓએ કહ્યું હતું કે, સાંજ સુધીમાં આરોપીઓને પકડી લેવામાં આવશે પરંતુ કલેકટરે આપેલ ખાતરીનું પણ સૂરસૂરિયું થઈ ગયું છે અને હજુ સુધી આ ગુનામાં આરોપી વિભૂતિ પટેલ કે પછી બીજા કોઈ પણ આરોપી પકડાયેલ નથી ત્યારે મોરબી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દેનારી આ ઘટનામાં આરોપીઓ કયારે પકડશે તે સૌથી મોટો સવાલ અહી ઊભો થયો છે






Latest News