માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી કેસમાં રાણીબા સહિતના પાંચ આરોપીઓની આગોતરા જામીન માટે અરજી


SHARE











મોરબીના ચકચારી કેસમાં રાણીબા સહિતના પાંચ આરોપીઓની આગોતરા જામીન માટે અરજી

મોરબીમાં અનુ. જાતિના યુવાનને માર મારીને ચપ્પલ મોઢાવમાં લેવડાવવામાં આવ્યું હતું જેની ફરિયાદ નોંધાઈ છે અને આરોપીઓને પકડવાની સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે જો કે, આરોપી હજુ પકડાયેલ નથી ત્યા આ ગુનામાં મહિલા સહિત જે પાંચની સામે નામ જોગ ફરિયાદ કરવામાં આવી છે તે પાંચેય આરોપીઓના આગોતરા જામીન મારે મોરબીની કોર્ટમાં અરજી મૂકી દેવામાં આવી છે અને કાલે જ તેનું હિયરિંગ થશે તેવું વકીલ પાસેથી જાણવા મળેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં પગાર લેવા માટે ગયેલા નિલેશભાઈ કિશોરભાઈ દલસાણીયા (૨૧)ને  રવાપર ચોકડી પાસે કેપિટલ માર્કેટના ચોથામાળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી. રબારી સહિતના દ્વારા કમર પટ્ટા વડે તથા ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. અને વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ મોઢામાં લેવડાવીને યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો જેની યુવાને ફરિયાદ નોંધાવેલ છે તેના આધારે પોલીસે રાયોટિંગ, એટ્રોસીટી, લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને ઠેરઠેર દરોડા કરવામાં આવી રહ્યા છે જો કે, આરોપી હજુ સુધી પકડાયેલ નથી અને હાલમાં આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત કુલ મળીને જે પાંચ આરોપીની સામે નામ જોગ ફરિયાદ કરવામાં આવેલ છે તેના વકીલ મારફતે મોરબીની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી મૂકી દેવામાં આવી છે અને આવતીકાલે જ હિયરિંગ થશે તેવું આગોતરા જામીન માટે અરજી મૂકનારા વકીલ પાસેથી જાણવા મળેલ છે




Latest News