આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીના શરતી જામીન મંજૂર


SHARE













મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીના શરતી જામીન મંજૂર

મોરબીના નાગડાવાસ ગામના પાટિયા નજીક હોટલના ગ્રાઉન્ડમાં ગેસ ટેન્કરમાંથી ગેસની ચોરી કરતાં હતા ત્યારે પોલીસે રેડ કરીને સ્થળ ઉપરથી ટેન્કરબોલેરો ગાડી સહિત ૨૮ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરેલ હતો આ ગુનામાં વાહન ચાલકોને પકડવાના બાકી છે જે ગુનામાં પોલીસે હોટલ ભાડે રાખનારા હોટલના સંચાલકની ધરપકડ કરી હતું જે આરોપીના જામીન માટે મોરબીની કોર્ટમાં વકીલ મારફતે અરજી કરવામાં આવી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને રાખીને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે

થોડા દિવસો પહેલા મોરબીના નાગડાવાસ ગામના પાટીયા પાસે માલાણી હાઇવે હોટલના ગ્રાઉન્ડમાં રેડ કરી હતી ત્યારે ગેસની ચોરી કરીને ભરવામાં આવેલ બાટલાબોલેરો અને ટેન્કર નંબર કેએ ૧ એએમ ૯૯૨૧ મળી સહિત કુલ મળીને ૨૮,૦૫,૪૦૬ નો મુદ્દામાલ કબ્જે કરેલ હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને વાહન છોડીને નાસી ગયેલા આરોપી સહિતનાઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં જે હોટલ પાસે વાહનો ઊભા રાખીને ગેસની ચોરી કરવામાં આવી રહી હતી તે માલાણી હાઇવે હોટલ ભાડે રાખનારા સંચાલક ચુનીલાલ રામલાલ લેગા જાતે જાટ (૨૮) રહે. માળીયા હાઇવે નાગડાવાસ પાટીયા પાસે માલાણી હાઇવે હોટલ મોરબી વાળાની પોલીસે ધરપકડ કરેલ હતી આ આરોપીના જામીન માટે વકીલ દેવ  કે. જોષી મારફતે અરજી મોરબીની સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપી તરફે  વકીલ  ફેનિલ જે. ઓઝા તથા દેવ  કે. જોષી  રોકાયા હતા. તેમની ધારદાર દલીલો ધ્યાને લઈને તેમજ જુદીજુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને સેકન્ડ એડિશનલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના શરતી જામીન મંજુર કરવામાં આવ્યા છે હતા. આ કેસમાં સીનીયર વકીલ જગદીશભાઈ એ.ઓઝા, ફેનિલભાઈ જે.ઓઝા, દેવ કે. જોષી તથા શહેનાઝબેન ડી. સુમરા રોકાયા હતા






Latest News