આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે જલારામ મંદિરમાં નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ


SHARE













મોરબીમાં રવિવારે જલારામ મંદિરમાં નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ

મોરબી શહેરના રઘુવીર સેના સાવૅજનિક ટ્રસ્ટ અને સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના બીજા માળે રાહતદરે કાર્યરત ફિઝીયોકેર-ફિઝીયોથેરપી અને રીહેબિલીટેશન સેન્ટરનાં સંયુક્ત ઉપક્રમે તા.૨૬ નવેમ્બરને રવિવારના રોજ નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો. કેશા અગ્રવાલ મગજ અને મણકાની તકલીફનાં નિષ્ણાત  માસ્ટર ઓફ ફિઝીયોથેરપી MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ સેવા આપશે. ત્યારે કમરઘૂંટણડોકતથા અન્ય સાંધાના દુખાવાસાયટીકા/ સાંધાના વા /ઘૂંટણ માં ઘસારા / ગાદી ખસવી, હાથ - પગ તથા મોઢાના લકવા - પેરાલીસીસ,ખાલી ચડવાની સારવાર, તમાકુંગુટકા તથા મોઢા ના કેન્સર ના ઓપરેશન પછી જકડાયેલ મોં, ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, ફ્રોઝન શોલ્ડરટેનિસ /ગોલ્ફર એલ્બોપ્લાન્ટર ફસાયટીસ, લીગામેન્ટ તથા સ્નાયુની સ્પોર્ટ્સ ઈજાઓ, પ્રેગનન્સી પહેલાં તથા પછીની તકલીફો, મેનોપોઝ પછીની તફલીકોગર્ભાશયમાં ઑપરેશન તથા સિઝેરિયન પછીની કસરતો, હાડકાની ઘનતા વધારવાની સલાહ વગેરે તકલીફઓ વાળા દર્દીના દર્દનું નિદાન કરવામાં આવશે આ કેમ્પમાં ફાઇલ એક્સરે તથા રિપોર્ટ કરાવેલ હોય તે સાથે લાવવાના આયોજકોએ જણાવ્યુ છે અને રજીસ્ટ્રેશન માટે મો. ૮૧૬૦૨૮૨૪૫૬, ૯૯૭૯૪૩૫૪૯૪ ઉપર કરાવવાનું રહેશે આ કેમ્પને સફળ બનાવવા માટે પ્રમુખ ગિરીશભાઈ  ગેલાણી, નિર્મિત ભાઈ કક્કડ તથા અન્ય સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News