આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી અને ચોટીલાના ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા ૯ પશુઓને બચાવ્યા


SHARE













મોરબી અને ચોટીલાના ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા ૯ પશુઓને બચાવ્યા

વાંકાનેરથી અમદાવાદ તરફ એક આઈસર ગાડી જવાની છે જેમાં કતલખાને પશુઓને લઈ જવાના છે તેવી માહિતી મળી હતી જેના આધારે મોરબી અને ચોટીલાના ગૌરક્ષકો હિંદુ યુવા વાહિની ટીમના કાર્યકરો અને આગેવાનોએ ગાડીને રોકી હતી અને અબોલ જીવોને બચાવી લીધા હતા આ તકે હિંદુ યુવા વાહિની મોરબી જીલ્લા અધ્યક્ષ કે.બી. બોરીચા, શહેર પ્રમુખ ચેતનભાઈ પાટડીયા, ગૌરક્ષક દિનેશભાઈ, હરેશ ચૌહાણ, અનિલભાઈ મહેશભાઈ, જયનભાઈ પરમાર, પ્રશાંતભાઈ, યશભાઈ વાઘેલા, જયદીપ ભલગામડીયા, મિત ગોહિલ, જેકી આહીર સહિતના ગૌરક્ષકો ચોટીલા બાઉન્ડ્રી પાસે હાજર રહ્યા હતા અને આઈસર ટ્રકને રોકી ચેક કર્યો હતો ત્યારે તેમાંથી પાડા અને મોટી ભેંસ મળીને ૯ પશુ મળી આવ્યા હતા જેને ક્રુરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે સ્થળ ઉપરથી ગાડીનો ડ્રાઈવર તેમજ તેના બે સાથીદારોને પકડીને પોલીસને હવાલે કરવામાં આવેલ છે હાલમાં પશુઓને રાજકોટ પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવેલ છે






Latest News