માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

કચ્છ અને મોરબી જિલ્લાના રોલ ઓબ્ઝર્વરના અધ્યક્ષસ્થાને મતદારયાદી સંબંધિત સમીક્ષા બેઠક યોજાઈ


SHARE











કચ્છ અને મોરબી જિલ્લાના રોલ ઓબ્ઝર્વરના અધ્યક્ષસ્થાને મતદારયાદી સંબંધિત સમીક્ષા બેઠક યોજાઈ

કચ્છ અને મોરબી જિલ્લાના રોલ ઓબ્ઝર્વર રંજીથકુમાર જે. ના અધ્યક્ષસ્થાને મતદાર યાદી સંબંધિત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મતદારયાદીમાં નોંધાયેલા કુલ મતદારો, જેન્ડર રેશિયો, મહિલા તથા યુવા મતદારોની નોંધણી, ઇ.પી.રેશિયોમાં થયેલા સુધારો સહિતના માપદંડોની સમીક્ષા કરવામાં આવી હતી. કચ્છ કલેક્ટર અમિત અરોરા અને મોરબી કલેક્ટર જી.ટી.પંડ્યાએ રોલ ઓબ્ઝર્વર રંજીથકુમાર જે. ને આવકારીને તેમનું સ્વાગત કર્યું હતું. કચ્છ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કચ્છ અને મોરબી જિલ્લાના રોલ ઓબ્ઝર્વરએ કચ્છ અને મોરબી જિલ્લાના કલેક્ટરઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ઈ.આર.ઓ પાસેથી વિગતો માંગીને રોલ ઓબ્ઝર્વરએ જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. જેમાં ખાસ કરીને નવા યુવા મતદારો કે જેમના ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેમને આવરી લેવા અને ફોર્મ નં.૬, ૭, ૮ સહિતની કામગીરી યોગ્ય કરી મતદાર યાદી સુધારણા કાર્યક્રમને સાર્થક કરવા સૂચના આપવામાં આવી હતી. કોઈપણ પાત્રતા ધરાવતો મતદાર બાકી ના રહી જાય અને ખાસ કરીને યુવા મતદારો જોડાય તે બાબતે કામગીરી કરવાની સૂચના રોલ ઓબ્ઝર્વરએ તમામ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી. આ બેઠકમાં કચ્છ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પાર્થ ગોસ્વામી, મોરબી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદિપસિંહ વાળા સહિત તમામ ઈલેક્ટોરલ રોલ ઓફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા




Latest News