વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

તલવારથી કેક કટિંગ કરીને સોશ્યલ મીડિયામાં વિડીયો અપલોડ કરનાર મોરબીની વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સામે ગુનો નોંધાયો


SHARE











તલવારથી કેક કટિંગ કરીને સોશ્યલ મીડિયામાં વિડીયો અપલોડ કરનાર મોરબીની વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સામે ગુનો નોંધાયો

મોરબીમાં છેલ્લા ઘણા દિવસોથી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા ચર્ચાનો વિષય બનેલ છે ત્યારે અગાઉ તેનો જન્મ દિવસ તેને જાહેરમાં ટેબલ ઉપર એક કે બે નહીં ૩૦ જેટલા કેક મૂકીને તેનું તલવાર જેવા હથિયારથી કટિંગ કર્યું હતું અને તે વિડિયોમાં પિસ્તોલ જેવુ હથિયાર પણ દેખાઈ રહ્યું છે જે વિડિયોને લઈને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સામે પોલીસે જાતે ફરિયાદી બનીને વધુ એક ગુનો નોંધાયો છે

મોરબીમાં અનુસૂચિત જાતિ સમાજના યુવાનનો બાકી નીકળતો પગાર લેવા માટે યુવાન રવાપર ચોકડી પાસે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં બોલાવ્યો હતો માટે ગયો હતો ત્યારે પગાર આપવાના બદલે તેને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતનાઓ દ્વારા માર મરવામાં આવ્યો હતો તેમજ મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું જેથી ભોગ બનેલા યુવાને અગાઉ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે જો કે, હજુ સુધી તે ગુનામાં વિભૂતી પટેલ ઉર્ફે રાણીબા કે પછી બીજા કોઈ પના આરોપી પકડાયેલ નથી ત્યા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે જેમાં મળતી માહિતી મુજબ મોરબી સાયબર સેલ ટેક્નિકલ વિભાગના પીએસઆઇ અશોકસિંહ દિલુભા જાડેજા ફરિયાદ બનેલ છે અને વિભુતી ઉર્ફે રાણીબા હિતેન્દ્રભાઈ ઉર્ફે હિતેશભાઈ સીતાપરા જાતે પટેલ રહે. એસપી રોડ, પેસિફિક હાઇટ્સ, રવાપર વાળીએ જાહેરમાં બે ટેબલ ઉપર પોતાના ફોટા અને નામ વાળી ૩૦ જેટલી કેક ગોઠવીને તે કેકનું કટિંગ તલવાર જેવા હથિયારથી કરતી હોય તેવો વિડીયો ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર અપલોડ કરેલ હતો જો કે, સમાજમાં ભય ઉભો કરનાર વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સામે હાલમાં આઇપીસી કલમ ૨૬૮, ૨૯૦ તેમજ જીપી એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News