મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાનનો આપઘાતનો પ્રયાસ: ૨૨ શખ્સો સામે નોંધાવી ફરિયાદ


SHARE







મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાનનો આપઘાતનો પ્રયાસ: ૨૨ શખ્સો સામે નોંધાવી ફરિયાદ

મોરબીની અવની ચોકડી પાસે વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને રૂપિયાની જરૂર હોવાથી અલગ અલગ સમયે ઉંચા વ્યાજે નાણા લીધેલ હતા જેની સામે તેને આરોપીઓને ઉંચુ વ્યાજ પણ ચૂકવી આપેલ છે છતા આરોપીઓ દ્વારા તેની પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાર બાદ તેને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને એક કે બે નહીં પરંતુ ૨૨ વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મૂળ ટંકારાના વીરપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીની અવની ચોકડી પાસે વૃંદાવન એપાર્ટમેન્ટ બ્લોક નં.૩૦૧ માં રહેતા અને ઇમીટેશનનુ કામ કરતાં કેયુરભાઇ નાગજીભાઇ બાવરવા જાતે પટેલ (૩૪)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને હાલમાં ગોપાલભાઇ ભટ્ટ રહે. વાવડી રોડ હાલ રહે. વીરપર હરીપાર્ક તાલુકો ટંકારા, ભોલુ જારીયા રહે. રવાપર ઘુનડા રોડ મોરબી, રોહીતભાઇ રહે. મોરબી, મુકેશભાઇ ડાંગર રહે. મોરબી, ઉમેશભાઇ રહે. મોરબી, રાજભાઇ ઉર્ફે લાલભાઇ રહે. મોરબી, પ્રકાશભાઇ રહે. મોરબી, અજીતભાઇ રહે. મોરબી, જયેશભાઇ ભરવાડ રહે. મોરબી, કમલેશભાઇ રહે. મોરબી, પ્રતીક ઉર્ફે પતીયો રહે. મોરબી, જયદેવભાઇ રહે. મોરબી, વિપુલભાઇ રહે. મોરબી, જયદીપભાઇ ડાંગર રહે. મોરબી, મિલનભાઇ રહે. મોરબી, મેરૂભાઇ રામજીભાઇ રબારી રહે. વિરપર, મહીપતસિંહ જાડેજા રહે. મોરબી, દીલીપભાઇ બોરીચા રહે. મોરબી, લાલાભાઇ રહે. નાગડાવાસ, વિરમભાઇ રબારી રહે. મોરબી, ભરતભાઇ મુળ. ગામ ઉંચી માંડલ અને રીઝવાન રહે. વિરપર તાલુકો ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે

જેમાં તેને જણાવ્યુ છેકે, મોરબીના એસ.પી. રોડ પાસે અક્ષર હાઇટસ સામે કેનાલ રોડ બાવડની ઝાડી પાસે જાહેરમાં તેને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પી લીધું હતું જેથી તેને સારવારમાં લઈને આવ્યા હતા વધુમાં તેને જણાવ્યુ છે કે, છેલ્લા છ મહિનામાં ફરિયાદી આ આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે ઉંચા વ્યાજે નાણા લીધેલ હતા જેની સામે તેને આરોપીઓએ ઉંચુ વ્યાજ પણ ચૂકવી આપેલ છે છતા આરોપી ગોપાલભાઇ ભટ્ટએ ફરીયાદીની માલીકીની કીઆ કંપનીની સેલટોસ કાર નં. જીજે ૩૬ આર ૮૧૯૪ બળજબરી પુર્વક લઇ લીધેલ છે તેમજ આરોપીઓ ભોલુ જારીયા, રોહીતભાઇ, મુકેશભાઇ ડાંગર, ઉમેશભાઇ, રાજભાઇ ઉર્ફે લાલભાઇ, અજીતભાઇ અને વિરમભાઇ રબારીએ ફરીયાદીને ગાળો આપી ટાંટીયા ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી  તેમજ આરોપીઓ ઉમેશભાઈ, પ્રકાશભાઈ, જયેશભાઇ ભરવાડ અને લાલાભાઇએ ફરીયાદીને ઉંચા વ્યાજે નાણા ધીરી પઠાણી ઉઘરાણી કરી હતી તેમજ આરોપી રીઝવાને ફરીયાદીની સંયુકત માલીકીની બળજબરી પુર્વક જમીન લખાવી લીધેલ છે અને તમામ આરોપીઓએ ફરીયાદી પાસેથી તેના બેંક એકાઉન્ટના ફરીયાદીની સહી વાળા બે-બે કોરા ચેક બળજબરી પુર્વક લખાવી લીધેલ છે અને તમામ આરોપીઓએ ફરીયાદી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ફરીયાદીએ આરોપીઓના ત્રાસથી ફીનાઇલ પી લેતા સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ તેને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨) તથા ધી મનીલેન્ડર્સ એકટ ૨૦૧૧ ની કલમ ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News