મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આકાશી આફતના લીધે ૪૭ મકાનો-૧૦ કારખાનામાં નુકશાન: ૬૦ વૃક્ષો ધરાશાયી, ચાર બકરાના મોત


SHARE













મોરબી જીલ્લામાં આકાશી આફતના લીધે ૪૭ મકાનો-૧૦ કારખાનામાં નુકશાન: ૬૦ વૃક્ષો ધરાશાયી, ચાર બકરાના મોત

મોરબી શહેર અને જિલ્લામાં રવિવારે સવારથી કડાકા ભડાકા સાથે માવઠું શરૂ થયું હતું અને ગણતરીની મિનિટો માટે આકાશમાંથી ભારે પવન સાથે કરા પડ્યા હતા જેથી કરીને મોટા પ્રમાણમાં કેટલાક ચોક્કસ વિસ્તારોની અંદર નુકસાની થઈ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે જો વાત કરીએ તો મોરબી જિલ્લાના વાંકાનેર શહેર અને આસપાસના ગામડાઓ તથા ઔદ્યોગિક વિસ્તારોની અંદર મોટા પ્રમાણમાં નુકસાન હોવાની માહિતી સામે મેળવી છે અને લગભગ ૪૭ જેટલા કાચા પાકા મકાનોની અંદર નુકસાન છે તેની સાથોસાથ હળવદ તાલુકાના સુંદરગઢ ગામે આકાશી વીજળી પડવાના કારણે ચાર બકરાના મોત થયા છે અને જુદા જુદા વિસ્તારોની અંદર કુલ મળીને ૬૦ જેટલા વૃક્ષો ધરાશાય થયેલ છે

રાજીના હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી અને તેની સૌથી વધુ અસરની સૌરાષ્ટ્રમાં જોવા મળી છે અને જો વાત કરીએ મોરબી જિલ્લાની તો આ જીલ્લામાં આવતા વાંકાનેર તાલુકાની અંદર વધુ અસર હતી હળવદ તાલુકામાં માવઠાની અસર જોવા મળી હતી અને જુદા જુદા વિસ્તારમાં કડાકા ભડાકા સાથે આકાશમાંથી વરસાદ શરૂ થયો હતો અને કેટલાક વિસ્તારમાં કરા પણ પડ્યા હતા દરમિયાન રણમલપુર અને મયુરનગર ગામે આકાશી વીજળી પડી હતી તેમાં કોઈ નુકસાની થઈ ન હતી જોકે જુના સુંદરગઢ ગામે બકરા બાંધવાના વાડામાં આકાશી વિજડી પડી હતી જેના કારણે ફૂલ મળીને ૪ જેટલા બકરાના મોત નીપજ્યા હોવાની માહિતી હાલમાં જિલ્લાના કંટ્રોલરૂમમાંથી જાણવા મળી રહે છે

વધુમાં જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર માવઠાના કારણે મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે કારણ કે આજે સવારે ૮:૦૦ થી ૮:૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન ભારે પવન સાથે આકાશમાંથી બરફના ગોળા એટલે કે કરા પડ્યા હતા જેના કારણે કાચા મકાનોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયા છે જેમાં વાંકાનેર શહેરમાં ૧૬ અને કણકોટ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ૩૧ આમ કુલ મળીને ૪૭ મકાનોમાં નુકસાની થઈ હોવાની માહિતી મળી રહી છે તે ઉપરાંત ત્રણ જગ્યાએ દીવાલો પણ તૂટી પડી હોવાના અહેવાલ મળી રહ્યા છે

આટલું જ નહીં પરંતુ વાંકાનેરના વઘાસીયા ટોલનાકાથી જેતપરડા તરફ જવાનો રસ્તા ઉપર જુદા જુદા સીરામીકના ૧૦ કારખાનાઓમાં આકાશમાંથી પડેલ કરા રૂપી આફતના કારણે શેડમાં મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે અને લગભગ છ થી સાત હજાર જેટલા જે સિમેન્ટના પતરા શેડમાં લગાવવામાં આવ્યા હતા તે એક એક કારખાનાની અંદર તૂટી ગયા છે જેથી કરીને કારખાનેદારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની માહિતી મળી રહે છે વધુમાં અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે સવારથી સાંજ સુધીમાં માળિયા તાલુકામાં બે મીમી, મોરબી તાલુકામાં નવ મીમી, ટંકારા તાલુકામાં નવ મીમી, વાંકાનેર તાલુકામાં એક ઇંચ અને હળવદ તાલુકામાં પોણો ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયેલ છે અને હજુ પણ મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે






Latest News