માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી કેસમાં પકડાયેલા આરોપીના રિમાન્ડ નામંજૂર, રાણીબા સહિતનાઓની શોધખોળ


SHARE











મોરબીના ચકચારી કેસમાં પકડાયેલા આરોપીના રિમાન્ડ નામંજૂર, રાણીબા સહિતનાઓની શોધખોળ

મોરબીની રવાપર ચોકડીએ પગાર લેવા માટે ઓફિસે બોલાવીને યુવાનને માર માર્યો હતો અને મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું જે બનાવમાં લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની ભોગ બનેલા યુવાને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના કુલ ૧૨ સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીને રિમાન્ડની માંગણી સાથે જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જો કે, આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને તેના રિમાન્ડ નામંજૂર કરવામાં આવેલ છે

મોરબીમાં અનુ. જાતિના યુવાનને તેનો બાકી નીકળતો પગાર માંગ્યો હતો જેથી તેને રવાપર ચોકડીએ આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પગાર લેવા માટે બોલાવવામાં આવ્યો હતો ત્યારે તેને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો તેમજ પગારના બદલે મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું તેવી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિત કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને ડી.ડી.રબારી તેમજ અજાણ્યા સાત શખ્સો આમ કુલ મળીને ૧૨ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ ગુનામાં હાલમાં પોલીસે ભોગ બેલા યુવાનને જે તે સમયે ફડાકો માર મારનારા મયુર ઉર્ફે દેવો દિલીપભાઇ કલોતરા રબારી (ડી.ડી.રબારી) (૨૬) રહે. રબારીવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને આરોપીના પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો જો કે, આરોપીના વકીલ જયદીપભાઈ પંચોટિયાએ કરેલ દલીલને ધ્યાને રાખીને આરોપીના રિમાન્ડ નામંજૂર કરેલ છે જેથી પોલીસે આરોપીને જેલ હવાલે કરેલ છે આ ગુનામા હજુ આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત સહિતઓને પકડવાના બાકી છે તેના માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે




Latest News