વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીની ઉમા ટાઉનશીપમાં ધારાસભ્યના આંગણે બીજી ડિસેમ્બરે સ્નેહમિલનનું આયોજન


SHARE











મોરબીની ઉમા ટાઉનશીપમાં ધારાસભ્યના આંગણે બીજી ડિસેમ્બરે સ્નેહમિલનનું આયોજન

મોરબીમાં સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશિપ ખાતે રહેતા ધારાસભ્યના નિવાસ સ્થાને આગામી તારીખ બીજી ડિસેમ્બરે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા  દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી સહિતના આગેવાનો હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે

મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દર વર્ષે પોતાના નિવાસ સ્થાને સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મોરબી શહેર અને તાલુકા તેમજ માળીયા શહેર અને તાલુકા ભાજપ પરિવાર માટે આગામી તારીખ બીજી ડિસેમ્બરના રોજ નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને શનિવારના રોજ સાંજે ચાર કલાકે મોરબીની ઉમા ટાઉનશિપ ખાતે આ સ્નેહમિલન યોજવાનું છે જેમાં પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઇ ચાવડા, જયંતિભાઈ કવાડીયા, ડો. હિતેશભાઇ ચોધારી, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ. અમૃતિયા, જેઠાભાઇ મિયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠાભાઇ પારઘી, ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કમળાબેન અશોકભાઇ ચાવડા સહિતના હાજર રહેશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા,મહામંત્રી રિશિપભાઈ કૈલા અને ભાવેશભાઈ કંજારીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, મહામંત્રી બચુભા રાણા અને બચુભાઈ ગરચર, માળીયા તાલુકા ભાજપના પ્રમુખ મણીલાલ સરડવા, મહામંત્રી મનિષભાઈ કાંજીયા અને અરજણભાઈ હુંબલ, માળીયા શહેર ભાજપના પ્રમુખ અલ્યાસભાઈ મોવર, મહામંત્રી હનીફભાઈ જેડા અને અવેશભાઈ મોવર સહિતની તેઓની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે




Latest News