વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સુલ્તાનપુર ગામના સગીર વયના પ્રેમીપંખીડાએ નાની મોલડી નજીક મંદિરના પટાંગણમાં અંતિમ પગલું ભર્યું


SHARE











માળીયા (મી)ના સુલ્તાનપુર ગામના સગીર વયના પ્રેમીપંખીડાએ નાની મોલડી નજીક મંદિરના પટાંગણમાં અંતિમ પગલું ભર્યું

મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના સુલતાનપુર ગામના  વિશાલ લાભુભાઈ પાટડીયા અને તેની જ બાજુમાં રહેતી સપનાબેન મુન્નાભાઈ સીસણોદા  ગઈકાલથી ઘરેથી ગુમ થઈ ગયા હતા જેની પરિવારજનોએ શોધખોળ કરી રહ્યા હતા તેવામાં નાની મોલડી પોલીસ સ્ટેશનેથી સાગરી વયના યુવાન અને સગીરાના પરિવારને બનાવની જાણ કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી કરવાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ  ચોટીલાના ઝીંઝુડા ગામ પાસે આવેલા મંદિરના કમ્પાઉન્ડમાં આવેલ ઝાડ ઉપર  પ્રેમી પંખીડાએ એક જ ચુંદડી વડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી જે અંગેની મંદિર પાસેથી પસાર થતા ગ્રામજનોને જાણ થતાં પોલીસને આ બનાવની જાણ કરી હતી ત્યારે બાદ પોલીસ ત્યાં આવી હતી અને મૃતક યુવક અને યુવતીની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરી હતી અને મૃતક યુવાન વિશાલ લાભુભાઈ પાટડીયા (૨૦) અને સગીરા સપનાબેન મુન્નાભાઈ સીસણોદા (૧૬) હોવાનું સામે આવ્યું હતું અને તે બંને ગઈકાલે બાઈક લઈને પોતાના ગામેથી નીકળી ગયા હોવાનું સામે આવ્યું હતું આ બનાવની પોલીસે મૃતક સગીર વયના પ્રેમીપંખીડાના પરિવારને જાણ કરી હતી જેથી તે લોકો જીંજુડા ગામે પહોંચ્યા હતા અને વધુમાં લોકોમાં થતી ચર્ચા મુજબ આ બંને આખો દિવસ ઝીંઝુડાની આજુબાજુ ફર્યા હતા અને ત્યાં આવેલ હિંગળાજ શક્તિપીઠ ધામે દર્શન પણ કર્યા હતા બાદમાં કોઈપણ કારણોસર બંને લોકોએ ઝાડ સાથે ગળે ટૂંપો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી અને મૃતક પ્રેમીપંખીડા પાસેથી એક ૫૦ રૂપિયાની ચલણી નોટ મળી છે જેમાં લખ્યું છે કે, “ છોકરાને હું લઈને આવી છું, છોકરો મને નથી લાવ્યો” હાલ તો  નાની મોલડી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવહી કરેલ છે




Latest News