મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો


SHARE













મોરબીના ભરતનગર પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામના પાટીયા પાસે ભરતવન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરેલ છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળેલ બાતમી આધારે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામના પાટીયા પાસે ભરતવન નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની મેગ્ઝીન વાળી એક પિસ્તોલ મળી આવી હોય પોલીસે ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતના હથિયાર સાથે હસનભાઈ ઓસમાણભાઈ બ્લોચ જાતે મકરાણી (૩૨) રહે. મકરાણીવાસ વોરાની નાની મસ્જિદ પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. બી.એ. ગઢવી ચલાવી રહ્યા છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો અને શા માટે પોતાની પાસે હથિયાર રાખતો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે






Latest News