વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

પગારકાંડ: મોરબીની વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના છ આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે


SHARE











પગારકાંડ: મોરબીની વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના છ આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે

મોરબીની રવાપર ચોકડીએ પગાર લેવા માટે ઓફિસે બોલાવીને યુવાનને માર માર્યો હતો અને મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું જે બનાવમાં લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની ભોગ બનેલા યુવાને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના કુલ ૬ આરોપીઓને રીમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા જો કે, રિમાન્ડ પૂરા થતાં તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીમાં અનુ. જાતિના યુવાનને તેનો બાકી નીકળતો પગાર માંગ્યો હતો જેથી તેને રવાપર ચોકડીએ આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પગાર લેવા માટે બોલાવવામાં આવ્યો હતો ત્યારે તેને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો તેમજ પગારના બદલે મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું તેવી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિત કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને ડી.ડી.રબારી તેમજ અજાણ્યા સાત શખ્સો આમ કુલ મળીને ૧૨ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં આરોપી મયુર ઉર્ફે દેવો દિલીપભાઇ કલોતરા રબારી (ડી.ડી.રબારી)ને પહેલા જેલ હવાલે કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આ ગુનામાં પોલસે આરોપી વિભૂતિ ઉર્ફ રાણીબા હિતેન્દ્રભાઈ સીતાપરા, ઓમ હિતેન્દ્રભાઈ સીતાપરા, રાજ અજયભાઈ પડસારા, પરિક્ષિત સુધીરભાઈ ભગલાણી, ક્રિશ જયંતિભાઈ મેરજા અને પ્રીત વિજેન્દ્રભાઈ વડસોલાની ધરપકડ કરી હતી અને આ આરોપીઓના કોર્ટે પહેલી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરેલ હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને તપાસનીસ અધિકારી દ્વારા મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ હાલમાં આરોપી વિભૂતિ ઉર્ફ રાણીબા સહિતના છ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે આ ગુનામાં અત્યાર સુધીમાં પોલીસે કુલ મળીને સાત આરોપીને પકડેલ છે અને તે તમામ આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે




Latest News