વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીની અવની ચોકડી પાસે પતિ-પત્ની વચ્ચે મારામારી, પોલીસ તપાસમાં પહોંચી તે પહેલા બંને દવાખાનામાંથી છનન.!!


SHARE











મોરબીની અવની ચોકડી પાસે પતિ-પત્ની વચ્ચે મારામારી, પોલીસ તપાસમાં પહોંચી તે પહેલા બંને દવાખાનામાંથી છનન.!!

મોરબીના રવાપર ગામ પાસે આવેલ અવની ચોકડી પાસે રહેતા દંપતિ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જેથી બંનેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી યાદી આવતા પોલીસ તપાસ માટે ગઈ હતી જોકે પોલીસ તપાસ માટે પહોંચી તે પહેલા જ બંને સારવાર લઈને ચાલ્યા ગયા હોવાનું જાણવા મળે છે..! હાલ કયા મુદ્દે મારામારી થઈ હતી તે સામે આવ્યું નથી.

આ બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીની અવની ચોકડી પાસે રહેતા રેખાબેન ઘનશ્યામભાઈ ભોરણીયા (ઉમર ૪૦) નામની મહિલાને તેઓના પતિ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની વાતને લઈને તેઓ ઇજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે આવ્યા હતા અને તેના બાદ તેઓના પતિ ઘનશ્યામભાઈ ભવાનભાઈ ભોરણીયા (ઉમર ૪૦) ને રૂદ્રેશભાઈ મેરજા નામના વ્યક્તિએ માર માર્યો હોવાની વાતને લઈને તેઓ પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા અને આ બંને બાબતોની યાદી હોસ્પિટલ તરફથી આપવામાં આવતા પોલીસ તપાસ માટે હોસ્પિટલે ગઈ હતી જોકે પોલીસ પૂછપરછ કરવા માટે પહોંચી તે પૂર્વે જ બંને હોસ્પિટલમાંથી કોઈની રજા લીધા વિના ચાલ્યા ગયા હોવાનું હાલ સામે આવ્યું છે અને કયા કારણોસર આ મારામારીનો બનાવ બન્યો હતો તે હાલ સામે આવ્યો નથી.

લૂંટના ઇરાદે વધુ એક હુમલો..?!

મોરબીના લાલપર ગામથી માટેલ રોડ દરમિયાનમાં અનેક જગ્યાઓએ અને ખાસ કરીને મોરબીના રફાળેશ્વર ગામ પાસે તથા પાનેલી રોડ નજીક એકલદોકલ વ્યક્તિઓને આંતરીને તેઓને માર મારીને લૂંટી લેવાના બનાવો અગાઉ પણ બન્યા છે અને અનેક બનાવોમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી. આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે જેમાં મોરબીના જાંબુડીયા ગામે દશામાઁના મંદિરની પાસે રહીને મજૂરી કામ કરતો કાંતિકુમાર બેજનાથજી નામનો ૧૯ વર્ષનો યુવાન મોરબીના પાનેલી રોડ ઉપર આવેલા સીમોલા સીરામીક નજીકથી જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા ઇસમોએ તેના ઉપર પથ્થરમારો કર્યો હતો.જેમા કાંતીકુમારને કાન અને માથાના ભાગે ઇજા પહોંચાડી હતી જોકે દેકારો કરાતા સામે વાળાઓ નાસી છૂટ્યા હોવાનું સામે આવ્યું છે અને ઇજાગ્રસ્ત સારવારમાં ખસેડ્યો હતો.બનાવને પગલે હાલ તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા હુમલાખોરો કોણ હતા અને શા માટે પત્થરમારો કર્યો હતો તે બાબતે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કેનાલ નજીક આવેલ કમોરાની વાડી વિસ્તારમાં રહેતા ભારતીબેન કાનજીભાઈ ડાભી નામની ૨૬ વર્ષીય મહિલાને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ અંગે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તેઓ પોતાના પતિની પાછળ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે દલવાડી સર્કલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેણીને ઇજા થવાથી સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે.




Latest News