માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું
Breaking news
Morbi Today

માળીયા (મી)ના રોહિશાળા ગામે ખેડુતની હત્યા બાદ ગુમ થયેલા મજૂર દંપતી સામે ગુનો નોંધાયો


SHARE







માળીયા (મી)ના રોહિશાળા ગામે ખેડુતની હત્યા બાદ ગુમ થયેલા મજૂર દંપતી સામે ગુનો નોંધાયો

માળીયા મિયાણા તાલુકાનાં રોહિશાળા ગામે ખડૂતની તીક્ષ્ણ હથિયાર મારીને હત્યા કરવામાં આવી છે જેની જાણ તેના જ ભાઈએ માળીયા તાલુકા પોલીસને કરી હતી જેથી કરીને સ્થાનિક પોલીસ તેમજ ડીવાયએસપી, એલસીબી સહિતની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને મૃતક ખેડૂતના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ખેતરે કામ કરતું મજૂર દંપતી ગુમ થઈ ગયેલ છે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાનાં રોહિશાળા ગામે રહેતા ચંદુલાલ જાદવજીભાઈ કાલરીયા જાતે પટેલ (૫૭)એ હાલમાં તેઓના ખેતરે કામ કરતાં આદિવાસી રાકેશભાઈ અને તેની પત્નીની સામે પોતાના ભાઈની હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીનો ભાઈ પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયા (૩૭)ની તીક્ષ્ણ હથિયાર વડે માથાની પાછળના ભાગમાં, ગાળા ઉપર અને મોઢા ઉપર ઘા મારીને તેના જ ખેતરમાં હત્યા કરવામાં આવી હતી અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા ડીવાયએસપી તેમજ એલસીબી પીઆઇ સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ સ્થળ ઉપર આવ્યા હતા જો કે, ફરિયાદીના યુવાન ભાઈની હત્યા બાદથી તેઓના ખેતરે કામ કર્યો આદિવાસી મજૂર રાકેશભાઈ તેમજ તેની પત્ની ગુમ થઈ ગયેલ હતા જેથી કરીને હાલમાં મૃતકના મોટાભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને ગુમ થઈ ગયેલા મજૂર દંપતીને શોધવા માટે કવાયત શરૂ કરી છે અત્રે ઉલેખનીય છે કે, મૃતક ખેડૂતના પરિવારજનના કહેવા મુજબ તેના ખિસ્સામાંથી રોકડા ૫૦૦૦૦અંદાજે પાંચ તોલાનો સોનાનો ચેન અને તેનું બાઇક સ્થળ ઉપર નથી જો કે, ખેતરેથી હત્યાના બનાવ બાદ ગુમ થયેલ દંપતી પકડાઈ પછી જ આ ઘટનાની સાચી હક્કિત સામે આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી




Latest News