વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના રોહિશાળા ગામે ખેડુતની હત્યા, મજૂરો ગુમ:  તપાસનો ધમધમાટ


SHARE











માળીયા (મી)ના રોહિશાળા ગામે ખેડુતની હત્યા, મજૂરો ગુમ:  તપાસનો ધમધમાટ

માળીયા મિયાણા તાલુકાનાં રોહિશાળા ગામે ખડૂતની હત્યા કરવામાં આવી છે જેની જાણ તેના જ ભાઈએ માળીયા તાલુકા પોલીસને કરી હતી જેથી કરીને સ્થાનિક પોલીસ તેમજ ડીવાયએસપી, એલસીબી સહિતની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને મૃતક ખેડૂતની ખિસ્સામાંથી રોકડ રૂપિયા, દાગીના તેમજ તેના બાઇકની લૂંટ કરવાના ઇરાદે તેની હત્યા કરવામાં આવી હોવાની શંકા છે અને ઘટના બની ત્યારથી વાડીના મજૂરો ગુમ હોવાની સામે આવ્યું છે જેથી કરીને પોલીસે પહેલા વાડીએ કામ કરતાં મજૂરોને શોધવા માટેની કવાયત શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાનાં રોહિશાળા ગામે રહેતા ખેડૂત યુવાન પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયા (૩૭)ની તીક્ષ્ણ હથિયારના ઘ મારીને હત્યા કરવામાં આવી છે જેથી કરીને આ બનાવની તેના ભાઈ મણિલાલ જાદવજીભાઈ કલારિયા દ્વારા જાણ કરવામાં આવી હતી જેથી કરીને માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઇ સહિતનો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને ડીવાયએસપી તેમજ એલસીબી પીઆઇ સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા જો કે, ગુરુવારની રાતે ખેતરે યુવાનની હત્યા કરી આવી હતી અને ખેતરમાં કામ કરતાં મજૂરો વાડીએ ન હોવાથી તેના ઉપર શંકા છે અને મૃતક ખેડૂત યુવાનના ખિસ્સામાંથી રોકડા ૫૦૦૦૦, અંદાજે પાંચ તોલાનો સોનાનો ચેન અને તેનું બાઇક સ્થળ ઉપર નથી જેથી તેની લૂંટ કરવાના ઇરાદે તેની હત્યા કરવામાં આવી હોવાની શક્યતા છે હાલમાં પોલીસે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે 




Latest News