વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે ચૌદ દિવસીય સિદ્ધ સમાધી યોગ SSY શિબિરનું આયોજન


SHARE











મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે ચૌદ દિવસીય સિદ્ધ સમાધી યોગ SSY શિબિરનું આયોજન

આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત, માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત, અસ્ત, વ્યસ્ત છે અને હમણાં હમણાં ઘણા નાના બાળકો,યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે ત્યારે તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ ચૌદ દિવસીય ધ્યાન શિબિર આગામી તા.૧૭ થી પ્રારંભ થઈ રહ્યો છે

જેમાં જીવનને પૂર્ણ કળાએ ખિલવવા અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ, ધ્યાન, યોગ્ય ખોરાકની સમજ, યોગાસન, આંતરિક સમજણ સદા આંનદમાં રહેવાની કળા, સરળ અને ઝડપી રીત છે “પંચકોષ શુદ્ધિકરણ” પોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) નામે પ્રચલિત છે,SSY ની શિબિરથી હઠીલા રોગોમાં રાહત થાય છે, યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે મોરબીના જાણીતા યોગ ટીચરના માર્ગદર્શન હેઠળ યોગાશન, પ્રાણાયામ, ધ્યાનનું માર્ગદર્શન પ્રાપ્ત કરવા દિવ્યજીવન જીવવા માટેની સાધના પ્રાપ્ત કરવા વ્યશનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માનવ જીવન સગા વહાલા સ્નેહીજનો માટે પરિવાર માટે, સમાજ માટે, દેશ માટે ઉપયોગી બને એવું જીવન કલ્યાણ માટે જીવન ઉપયોગી ભાથું  પ્રાપ્ત કરવા શિબિરમાં જોડાવા અને જીવનને યોગમય, પ્રાણાયામમય બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. મોરબીમાં આવેલ સ્વામિનારાયણ સંસ્કાર ધામ મોરબી ખાતે તા. ૧૭ ને રવિવારથી શિબિર શરૂ થશે જેમાં જાણીતા યોગ ટીચર માર્ગદર્શન હેઠળ દશ દિવસ સુધી મોરબી ખાતે યોગ અને પ્રાણાયામ ખુબજ વ્યવસ્થિત રીતે, સાયન્ટિફિક રીતે સિસ્ટમેટિક રીતે દરરોજ ત્રણ કલાક જ્ઞાન મેળવવા, યોગ પ્રાણાયામ શીખવા તેમજ જીવન જીવવાની સાચી રીતેનું ભાથું પ્રાપ્ત કરવા નવનીતભાઈ કુંડારિયા (૯૮૨૫૨૨૪૮૯૮), ધ્રુવ દેત્રોજા (૯૯૧૩૧૧૧૨૦૨) અને અંબારામ કવાડિયા (૯૮૨૫૨૬૩૧૪૨) ઉપર રજીસ્ટ્રેશન કરવા જણાવાયું છે.




Latest News