મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે ચૌદ દિવસીય સિદ્ધ સમાધી યોગ SSY શિબિરનું આયોજન
મોરબીમાં સિઝેરિયન બાદથી રહેતા દુખાવાથી કંટાળીને પરણીતાએ ગળે કાપો માર્યા બાદ છત ઉપરથી કૂદકો લગાવતા રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત
SHARE
મોરબીમાં સિઝેરિયન બાદથી રહેતા દુખાવાથી કંટાળીને પરણીતાએ ગળે કાપો માર્યા બાદ છત ઉપરથી કૂદકો લગાવતા રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે રહેતી પરિણિતાએ તેના ઘરે આપઘાતનો પ્રયત્ન કરતા મોરબીની ખાનગી હોસ્પિટલે અને બાદમાં રાજકોટ ખસેડવામાં આવી હતી અને ત્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજેલ છે.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અઢી મહિના અગાઉ સીઝેરીયનથી ડીલેવરી થયેલી હોય અને ત્યારબાદથી દુખાવો રહેતો હોય તે દુખાવાથી કંટાળી જઈને મહિલાઅ પ્રથમ ગળાના ભાગે કાપો મૂક્યો હતો અને બાદમાં પોતે છતેથી નીચે છલાંગ લગાવી હતી જેથી શરીરે અને માથાના ભાગે થયેલી ગંભીર ઇજાઓને પગલે મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ ખસેડ્યા હતા ત્યાં સારવાર દરમિયાન પરીણિતાનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લાલપર ગામે રહેતા મિતલબેન સંજયભાઈ પરમાર નામની ૩૦ વર્ષીય પરિણીતાએ ગઈકાલ તા.૩-૧૨ ના રોજ સાંજના પાંચેક વાગ્યે તેઓના ઘરે જાતે બ્લેડ વડે ગળાના ભાગે ઇજા કરી હતી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં પોતાના ઘરના પહેલા માળેથી નીચે કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેથી તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા અને ત્યાં તેઓની પ્રાથમિક સારવાર કરીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણીનું મોત થયુ હોવાનું જાણવા મળેલ છે.
વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૃતક મિતલબેન પરમારનો લગ્ન ગાળો ૧૦ વર્ષનો હતો અને તેઓને સંતાનમાં એક સાડા ત્રણ વર્ષનો દીકરો છે અને બાદમાં અઢી મહિના પહેલા સિઝેરિયન વડે દીકરીનો જન્મ થયો હતો અને સિઝેરિયન બાદથી તેઓને દુખાવો રહેતો હોય અને અનેક દવા કરાવવા છતાં પણ તેઓને દુખાવામાં કોઈ ફેર પડતો ન હોય મિતલબેન પરમારે આપઘાત કરતા પહેલા એક વિડીયો બનાવ્યો હતો અને વીડિયોમાં પોતાની આપવીતી જણાવીને પોતાના દુખાવાથી કંટાળી જઈને પોતે આપઘાત કરે છે તેવા મતલબનો તેઓએ વિડીયો બનાવ્યા બાદ પ્રથમ ગળાના ભાગે કાપો માર્યા બાદ છતના પહેલા માળેથી નીચે ધૂમકો માર્યો હતો અને જેમાં શરીર તેમજ માથાના ભાગે થયેલી ઇજાઓના પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તેણીનું મોત નિપજેલ છે.વધુમાં સૂત્રોને જણાવ્યા પ્રમાણે મૃતક મિતલબેનના પતિ સંજયભાઈ પરમાર મોબાઈલ શોપ ચલાવે છે.રાજકોટ ખાતેથી મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ઉપરોક્ત બનાવની જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા રાજકોટ ખાતે પહોંચીને આગળની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં બે ને ઇજા
મોરબીના બે જુદાજુદા વિસ્તારોમાં સર્જાયેલ વાહન અકસ્માતમાં ઘવાયેલા બે યુવાનોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે રહેતા અરજણભાઈ બચુભાઈ કાલરીયા નામનો ૩૫ વર્ષીય યુવાન મોટરસાયકલ લઈને ઘરે જતો હતો ત્યારે રસ્તામાં નવલખી હાઇવે ઉપર આવેલ મસાલની વાડી પાસે પહોંચ્યા ત્યારે તેના બાઈક સાથે રોજડુ (જંગલી જનાવર) અથડાતા વાહન સહિત તે નીચે પટકાયો હતો અને જેમાં તેઓને ઇજાઓ પહોંચતા મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયા હતા અહીં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.તે રીતે જ મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા ભાવિક હિતેશભાઈ ત્રિવેદી નામના ૨૩ વર્ષના યુવાનને પણ વાહન અકસ્માતમાં ઇજાઓ પહોંચી હતી તે બાઈક લઈને જતો હતો ત્યારે ચાંચાપર ગામના પાદર પાસે તેના બાઈક સાથે ભૂંડ અથડાયું હતું અને તે બનાવમાં તે વાહન સહિત નીચે પટકાતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને અત્રે આયુષ હોસ્પિટલમાં લવાયો હતો જે અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.