વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

પૂર્વ મંત્રી- ધારાસભ્યની હાજરીમાં મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે ભાજપના કાર્યકર્તાઓનું સ્નેહમિલન યોજાયું


SHARE











પૂર્વ મંત્રી- ધારાસભ્યની હાજરીમાં મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે ભાજપના કાર્યકર્તાઓનું સ્નેહમિલન યોજાયું

મોરબીમાં ઉમા ટાઉન શીપ ખાતે ૬૫ મોરબી માળિયા વિધાનસભા બેઠકના કાર્યકર્તાનું સ્ન્નહ મિલન રાખવામા આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને ત્યારે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને અત્યારથી જ કામે લાગી જવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું

આ તકે રાજ્યના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા અનેક વર્ષોથી આપણા વડીલો અને કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે તેના ફળ સ્વરૂપે આજે આપણે સૌ રામ મંદિર બનતું નિહાળી રહ્યા છે અને આગામી તા ૨૨jજાન્યુઆરીના રોજ આ મંદિરને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં હસ્તે તેને ખુલ્લુ મૂકવામાં આવશે આવી જ રીતે આગામી સમયમાં સમાન નાગરિક ધારો એટલે કે કોમન સિવિલ કોડ નું સપનું પણ સાકાર થશે ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે લોકસભાની ગુજરાતી તમામ બેઠકો અગાઉ જીતી હતી તેવી જ રીતે આ વખતે પણ તમામ બેઠક જીતીને હેટ્રીક કરવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે મોરબી જીલ્લામાં લાગુ પડતી લોકસભાની બેઠકોમાં વધુમાં વધુ લીડ ભાજપને મળે તેના માટે કામે લાગી જવા આહ્વાન કર્યું હતું

આ તકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે.એસ. અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા અને નરેન્દ્રસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયુભા જાડેજા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા તેમજ મહામંત્રી રીષીપભાઇ કૈલા અને ભાવેશભાઇ કંઝારીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા, મોરબી સિરામિક એસો. પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલિયા, કિરીટભાઈ પટેલ અને વિનોદભાઇ ભાડજા, મોરબી જિલ્લા બક્ષિપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઇ જારીયા, મહામંત્રી મહેશભાઇ સિંધવ, ચંદુભાઈ હુંબલ, પ્રદીપભાઇ વાળા, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયા, બ્રહ્મ અગ્રણી અનિલભાઈ મહેતા અને હસુભાઈ પંડ્યા, મોરબી જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર, બચુભા રાણા, મેઘરાજસિંહ, માજી ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, અનિલભાઈ વરમોરા, કેતનભાઇ વિલપરા, અશોકભાઈ ચાવડા, નયનભાઈ કાવર, વિનોદભાઈ ડાભી, મહેન્દ્રસિંહ ઝાલા, નરેન્દ્રભાઈ પોપટ, હંસાબેન ઠાકર, જયોત્સનાબેન અમૃતિયા, જે.પી. જેસવાણી, જયદીપભાઇ દેત્રોજા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા 




Latest News