વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના રોહિશાળા ગામે ખેડુતની હત્યાના ગુનામાં તેની વાડીએ કામ કરતાં કાકી-ભત્રીજાની ધરપકડ


SHARE











માળીયા (મી)ના રોહિશાળા ગામે ખેડુતની હત્યાના ગુનામાં તેની વાડીએ કામ કરતાં કાકી-ભત્રીજાની ધરપકડ

માળીયા મિયાણા તાલુકાનાં રોહિશાળા ગામે ખેડૂત યુવાનની તીક્ષ્ણ હથિયાર મારીને હત્યા કરવામાં આવી હતી જેની મૃતક યુવાનના ભાઈએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને તેની જ વાડીએ કામ કરતાં મજૂરોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં પોલીસે મૃતક ખેડૂતની વાડીએ પતિ પત્નીની જેમ રહીને મજૂરી કામ કરતાં કાકી-ભત્રીજાની ધરપકડ કરેલ છે અને આરોપીની મહિલાના મૃતક યુવાને અડપલાં કરેલ હોવાની શંકાના આધારે તેની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં વિગત સામે આવી હતી

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાનાં રોહિશાળા ગામે રહેતા ચંદુલાલ જાદવજીભાઈ કાલરીયા જાતે પટેલ (૫૭)એ તેઓના ખેતરે કામ કરતાં આદિવાસી રાકેશભાઈ અને તેની સાથે પત્નીની જેમ રહેતી મહિલાની સામે પોતાના ભાઈની હત્યાની ફરિયાદ કરી હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, ફરિયાદીનો ભાઈ પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયા (૩૭)ને છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે માથાની પાછળના ભાગમાં, ગાળા ઉપર અને મોઢા ઉપર ઘા મારીને તેના જ ખેતરમાં હત્યા કરવામાં આવી હતી અને ખેડૂત યુવાનની હત્યા કરવામાં આવી ત્યારથી તેના ખેતરે કામ કરતાં બને મજૂર ગુમ થઈ હતા હતા જેથી તેને જ હત્યા કરી હોવાની પ્રબળ શંકા હતી જેથી પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનામાં હાલમાં પોલીસે આરોપી રાગેશ ઉર્ફે રાકેશ જુવાનસિંગ બધેલ (૪૦) અને રાજબાઈ નરસિંગ બધેલ (૪૨) રહે બંને હાલ રોહિશાળા વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને આરોપી છોટા ઉદેપુર તેમજ મધ્યપ્રદેશમાં હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને આરોપીની ધરપકડ કરી હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી છે કે આરોપી રાકેશ અને રાજબાઈ સબંધમાં ભત્રીજો-કાકી થાય છે અને પ્રેમ સબંધ હોવાથી તેઓ ત્યાંથી ભાગીને અહી આવ્યા હતા અને પતિ પત્નીની જેમ મૃતકની વાડીએ રહેતા હતા જો કે, મૃતક યુવાને મહિલાના અડપલાં કરીને તેની પાસે અણછાજતી માંગણી કરી હતી જેથી તેની હત્યા કરવામાં આવી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં હત્યાના કામે વપરાયેલ હથિયાર તેમજ મૃતકનું બાઇક ગુમ થયું હતું તે બંને કબજે કરેલ છે 




Latest News