વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના-સ્નેહમિલનનું આયોજન


SHARE











મોરબીના બગથળા ગામે હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના-સ્નેહમિલનનું આયોજન

મોરબી તાલુકાના બગથળા ગામમાં વર્ષ ૧૯૫૯ હાઈસ્કૂલની સ્થાપના થઇ હતી જે હાઈસ્કૂલના જૂની એસ.એસ.સી. વર્ષ ૧૯૭૫/૭૬ ની બેચના ૧૦૦ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા ૪૭ વર્ષ બાદ ફરી ભેગા મળીને ગુરૂ વંદના અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરેલ છે

મોરબીના બગથળા ગામે ગુરુવંદના અને સ્નેહમિલનનો કાર્યક્રમ તા. ૧૭ ને રવિવારના રોજ શ્રી પટેલ સમાજવાડી, બગથળા ખાતે યોજાશે જે સમારોહના અધ્યક્ષસ્થાને હાઈસ્કૂલના ભૂતપૂર્વ આચાર્ય ત્રયંબકભાઈ પંડ્યા ઉપસ્થિત રહેશે અને ભૂતપૂર્વ આચાર્ય અને બગથળા શ્રી નકલંક મંદિરના મહંત શ્રી દામજી ભગતના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ શરુ કરવામાં આવશે આ ગુરૂવંદના કાર્યક્રમમાં જેને જીવતરને શીખવ્યું, કેળવ્યું અને શિસ્તના પાઠ શીખવ્યા એવા ગુરૂજનોને વિશિષ્ઠ રીતે સ્વાગત અને સન્માન કરવામાં આવશે સાથે જ સ્વર્ગસ્થ શિક્ષકો તેમજ સહાધ્યાયીઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવશે જેને પાયાની કેળવણી આપી છે તેવા પ્રાથમિક શાળાના શિક્ષકો અને ગામના દીર્ઘદ્રષ્ટા વડીલોનું રૂજ્જું સ્મરણ કરી, તેઓશ્રીને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે ગુરુને પણ ગુરુઓનું સન્માન કરવાનો અવસર પ્રાપ્ત થશે તેમજ ત્રણ-ત્રણ પેઢીના ગુરૂજીઓ અને વિદ્યાર્થીઓ એક જ મંચ પર જોવા મળશે અને ૪૭ વર્ષ બાદ યોજાતા કાર્યક્રમમાં શાળા જીવનની યાદ તાજી કરવા અને શાળાના સંસ્મરણોને વાગોળવા તેમજ વિશિષ્ટ કાર્યક્રમમાં સહભાગી બનવા બધા જ વિદ્યાર્થીઓ ઉત્સાહિત છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રતનજીભાઇ પડસુંબીયા (મો.૮૧૬૦૧ ૩૪૦૧૧), સરોજબેન મારવાણીયા અને અન્ય વિદ્યાર્થીઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે




Latest News