હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા મામલે મોરબીના રાજપુત કરણી સેનાની આગેવાનીમાં કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE













રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા મામલે મોરબીના રાજપુત કરણી સેનાની આગેવાનીમાં કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

રાજસ્થાનમાં થોડા દિવસો પહેલા રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની તેના ઘરમાં ઘુસીને ગોળી ધરબીને હત્યા કરવામાં આવી છે જેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે મોરબી રાજપૂત કરણી સેનાની આગેવાનીમાં રાજપૂત સમાજના આગેવાનો તેમજ હિન્દૂ યુવા વાહીની સંસ્થાઓના આગેવાનોની હાજરીમાં કલેકટરને આવેદન આપીને આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી રાજપૂત કરણી સેનાની આગેવાનીમાં મોરબી રાજપૂત સમાજના હોદેદારો સહિતના રાજપૂત સમાજના લોકો તેમજ હિન્દૂ યુવા વાહીની સંસ્થાઓના હોદેદારો સહિતનાઓની હાજરીમાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેના જણાવ્યુ છે કે, થોડા દિવસો પહેલા રાજસ્થાનમાં રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની તેના ઘરમાં ઘુસીને ફાયરીગ કરીને નિર્મમ હત્યા કરવામાં આવી છે તે ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે અને આ હત્યાના બનાવમાં રાજકારણના દોરીસંચારને જવાબદાર ઠેરવી જેલમાં બેઠા બેઠા સોપારી આપી ભાડૂતી હત્યારા મારફત હત્યા કરાઈ છે ત્યારે આરોપી જે કોઈ હોય તેને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને વધુમાં આગેવાનોએ જણાવ્યુ છે કે, સુખદેવસિંહ ગોગામેડીએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું હોવા છતાં ન મળ્યું અને તેની હત્યા થઈ છે ત્યારે આ બનાવની તટસ્થ તપાસ કરવામાં આવે અને તેમાં જે કોઈ સંડોવાયેલ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. અને જો આ ઘટનામાં ન્યાય નહી મળે તો રાજપૂત સમાજમાં હાલમાં જે રોષની લાગણી છે તે ભવિષ્યમાં આંદોલનનું સ્વરૂપ લેશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News