મોરબીના આમરણ નજીક ચાર વર્ષની બાળકીના માથા ઉપર ટ્રેક્ટરનું ટાયર ફેરવી દેતા માસૂમનું મોત
મોરબીની વ્રજવાટિકા સોસાયટીમાં સરકારી રેકર્ડ સાથે ચેડા કરીને કોમર્શિયલ બાંધકામની મંજૂરી લેનારાઓની સામે પોલીસને લેખિત ફરીયાદ
SHARE
મોરબીની વ્રજવાટિકા સોસાયટીમાં સરકારી રેકર્ડ સાથે ચેડા કરીને કોમર્શિયલ બાંધકામની મંજૂરી લેનારાઓની સામે પોલીસને લેખિત ફરીયાદ
મોરબીના રવાપર રોડ ઉપર વ્રજવાટીકા સોસાયટીમાં શિવ ડેવલોપર્સ દ્વારા કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલ જમીનમા ખોટા આધાર પુરાવા દર્શાવીને કોમર્શિયલ કોમ્પ્લેક્સ માટે મંજુરી લીધી હતી જેથી વ્રજ વાટીકા સોસાયટીના લોકો હાઇકોર્ટ સુધી પહોંચ્યા હતા અને તાજેતરમાં મોરબી પાલિકા દ્વારા ઓનલાઈન બાંધકામ મંજૂરી રદ કરી દેવામાં આવી છે ત્યારે હવે બિલ્ડર્સની સામે સરકારી રેકર્ડમાં ચેડ કરવા સબબ ફરીયાદ નોંધાવવા માટેની સોસાયટીના પ્રમુખે તમામ આધાર પુરાવા સાથે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લેખિત ફરિયાદ આપેલ છે
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર વજેપર સર્વે નંબર ૯૯૯ ની જમીન ઉપર વ્રજવાટીકા સોસાયટી આવેલ છે અને ત્યાં શિવ ડેવલોપર્સ નામની પેઢીના ભાગીદારો દ્વારા વ્રજવાટીકા સોસાયટીના રહેણાંક હેતુના પ્લોટ ઉપર જમીનમાં રોડના ખોટા માપ દર્શાવી કોમર્શિયલ કોમ્પ્લેક્સ માટે ઓનલાઈન બાંધકામ મંજૂરી લેવામાં આવી હતી જેની સામે સોસાયટીનો વિરોધ હતો અને વ્રજ વાટીકા સોસાયટીના પ્રમુખ પ્રવિણભાઇ દાવા દ્વારા કાનૂની કાર્યવાહી કરી હાઇકોર્ટમાં મામલો લઈ જવામાં આવ્યો હતો અને મોરબી નગરપાલિકા દ્વારા આ કેસમાં હાઇકોર્ટના દિશા નિર્દેશ મુજબ શિવ ડેવલોપર્સ પેઢીની ઓનલાઈન મંજૂરી નામંજૂર કરી ગેરકાયદેસર બાંધકામને રોકવાનો આદેશ કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ બાંધકામ મંજૂરી લેવા માટે થઈને જે લેઆઉટ પ્લાન રજૂ કરવામાં આવ્યા હતા તેમાં રોડ રસ્તા વગેરે જેવી બાબતોમાં સરકારી રેકર્ડ સાથે ચેડા કરવામાં આવ્યા હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી કરીને હાલમાં સોસાયટી પાસે જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવા માટે થઈને બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું તે બાંધકામની મંજૂરી રદ કરવામાં આવી છે અને તે બાંધકામ રોકી દેવા માટે થઈને બિલ્ડર્સને જાણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ઉલ્લેખનીએ છીએ કે સોસાયટીના લોકો દ્વારા હાઇકોર્ટ સુધી દ્વાર ખખડાવવામાં આવ્યા ત્યારે ગેરકાયદેસર થઈ રહેલા બાંધકામની મંજૂરીને રદ કરવામાં આવી છે જોકે અગાઉ આ બિલ્ડરને બાંધકામ મંજૂરી કઈ રીતે મળી હતી તે દિશામાં તપાસ કરવામાં આવે તો કેટલાક અધિકારીઓના પગ નીચે પણ રેલો આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે સરકારી રેકર્ડ સાથે ચેડા કરીને અગાઉ બાંધકામ મંજૂરી મેળવવામાં આવી હતી
હાલમાં મોરબીની વ્રજ વાટીકા સોસાયટીમાં રહેતા મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં અરજી આપી છે જેમાં સરકારી રેકર્ડ સાથે ચેડા કરનારાઓની સામે આઈ.પી.સી. ની કલમ ૪૬૫, ૪૬૬, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૪, ૪૦૬, ૪૨૦ તથા ૧૨૦ (બી) મુજબ ગુનો નોંધવા રજૂઆત કરી છે વધુમાં તેમાં જણાવ્યુ છે કે, વ્રજ વાટીકા સોસાયટી વજેપરના રે.સં.નં. ૯૯૯ પૈકી ખાતે આવેલ છે અને રાજકોટ કલેક્ટર દ્વારા ૨૦૦૯ માં સં.નં.૯૯૯ પૈકીની જમીન ૯૪૯૮-૬૪ ચો.મી.ની જમીન ઔધોગિક હેતુમાંથી રહેણાંક હેતુમાં ફેરવવામાં આવેલ છે અને તે અંગેનો લે-આઉટ પ્લાન મંજુર કરવામાં આવેલ અને તેમાં જાહેર રસ્તાઓ તથા સાર્વજનિક પ્લોટની જગ્યા અનામત રાખીને કુલ ૧ થી ૪૧ રહેણાક હેતુના પ્લોટો પાડવામાં આવેલ છે તે પૈકીનાં પ્લોટ નં.૧ થી ૩ ઉપર હેતુફર કરીને શિવ ડેવલોપર્સના ભાગીદાર સનારીયા મનસુખભાઈ ગંગારામભાઈ, સુવારીયા હિરેન્દ્રકુમાર હરખજીભાઈ, નિશીથભાઈ લાલજીભાઈ અઘારા, ભરતભાઈ પ્રેમજીભાઈ ગામી, દિલીપભાઈ પ્રેમજીભાઈ ગામી અને લાલજીભાઈ કાળુભાઈ અઘારા વિગેરેએ કોમર્શિયલ બાંધકામ શરૂ કરેલ છે
આ બાંધકામના માટેની મંજુરી લેવા માટે મોરબી નગરપાલીકામાં ખોટા નકશાઓ રજુ કરી મંજુરી મેળવેલ છે તેમજ નગરનિયોજકના નકશામાં હાથથી છેડા કરી ખોટા નકશાઓ સરકારી રેકર્ડમાં ખોટા નકશાઓને ખરા નકશા તરીકે રજુ કરી બાંધકામની મંજુરી મેળવેલ હતી અને આવા ખોટા નકશાની ખરાઈ કર્યા વિના નગરપાલીકાના સક્ષમ અધિકારીએ બાંધકામની મંજુરી આપેલ છે અને નગરપાલીકા દ્રારા બોગસ નકશાના આધારે બાંધકામ અંગેના લે-આઉટ પ્લાનની મંજુરી આપેલ હતી જો કે, મોરબી નગરપાલીકાના ચીફઓફીસર દ્રારા બાંધકામની મંજુરી રદ કરી આપવાનો તા.૭-૧૨-૨૦૨૩ ના રોજ હુકમ કરવામાં આવેલ છે જેથી ખોટા નકશાઓ બનાવીને સાચા તરીકે રજુ કરી તેમજ સરકારી રેકર્ડ સાથે ચેડા કરવાના અતિ ગંભીર ગુના આચરેલ છે જેથી કરીને શિવ ડેવલોપર્સના ભાગીદાર સનારીયા મનસુખભાઈ ગંગારામભાઈ, સુવારીયા હિરેન્દ્રકુમાર હરખજીભાઈ, નિશીથભાઈ લાલજીભાઈ અઘારા, ભરતભાઈ પ્રેમજીભાઈ ગામી, દિલીપભાઈ પ્રેમજીભાઈ ગામી અને લાલજીભાઈ કાળુભાઈ અઘારા સામે કાયદેસર ફોજદારી ફરીયાદ દાખલ કરવા લેખિત ફરિયાદ આવેલ છે તેની સાથોસાથ નગરપાલિકાના ચીફ ઓફીસર દ્વારા બાંધકામમાં ખોટા નકશાઓથી મેળવેલ મંજુરીનો હુકમ રદ કરવામાં આવેલ છે તે હુકમની નકલ તથા નગરનિયોજકના ખરા તેમજ ખોટા નકશાની ખરી નકલ પણ પોલીસને આપવામાં આવેલ છે જેથી આ બનાવમાં સરકારી રેકર્ડ સાથે ચેડા કરવાનો ગુનો નોંધાઈ તેવી હાલમાં શક્યતા દેખાઈ રહી છે