વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ પાસે કેનાલમાં ડૂબી ગયેલા યુવાનની ૪૨ કલાકે લાશ મળી


SHARE











મોરબીના નીચી માંડલ પાસે કેનાલમાં ડૂબી ગયેલા યુવાનની ૪૨ કલાકે લાશ મળી

મોરબી નજીકના નીંચી માંડલ ગામ પાસેથી પસાર થતી કેનાલ પાસેથી બે દિવસ પહેલા ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઇક સીધું જ કેનાલમાં ખાબક્યું હતું જેથી કરીને તે બાઈકમાં બેઠેલા બંને યુવાન કેનાલમાં પડ્યા હતા જે પૈકીનાં એક યુવાનનો બચાવ થયેલ છે જો કે, કેનાલના પાણીમાં ડૂબી ગયેલા એક યુવાનને શોધવા માટે ફાયર વિભાગની ટિમ કામ કરી રહી છે તો પણ હજુ સુધી તેનો પત્તો લાગેલ નથી જેથી કરીને રાજકોટથી ફાયર વિભાગની ટીમને મોરબી બોલાવવામાં આવી હતી જો કે તે ટિમ આવે તે પહેલા જ ૪૦ કલાકે પાણીમાં ડૂબી ગયેલા યુવાનની લાશ કેનાલના પાણીમાંથી મળી આવેલ છે 

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નીંચી માંડલ ગામ પાસેથી નર્મદની મચ્છુ કેનાલ પસાર થાય છે અને કેનાલ ઉપરથી ડબલ સવારી બાઈક નિકળ્યું હતું ત્યારે તે બાઇક સીધું જ કેનાલમાં ખાબક્યું હતું જેથી બંને યુવાનો પણ કેનાલમાં પડ્યા હતા જો કે, સુનિલ રહે. રફાળેશ્વર નામના યુવાનને તૂતજ બહાર કાઢવામાં આવ્યો હોવાથી તેનો બચવા થયેલ છે જો કે, તેની સાથે બાઈકમાં બેઠેલ અશ્વિન કાળુભાઇ મોઢુતરિયા રહે. રફાળેશ્વર વાળનો હજુ સુધી પત્તો લાગેલ નથી આ યુવાન કેનાલના પાણીમાં ડૂબી ગયેલ છે તેને શોધવા માટે તા ૭ અને ૮ બંને દિવસે ફાયરની ટીમે કામગીરી કરી હતી જો કે, તેનો પત્તો લાગેલ ન હોવાથી આજે ફરી તે યુવાનને શોધવા માટેની કામગીરી કેનાલે શરૂ કરવામાં આવી છે સાથોસાથ રાજકોટ ફાયર વિભાગની ટીમને પણ બોલાવવામાં આવી હતી જો કે, તે મોરબી આવે તે પહેલા જ કેનાલમાંથી મૃતક યુવાનની લાશ મળી આવી છે જો કે, ૪૦ કલાકે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનું લાશ મળેલ છે




Latest News