વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

જમવાનું બનાવવામાં થોડી વાર લાગશે તેમ માતાએ કહેતા મોરબીમાં યુવાને લૂંગી વડે ગળેફાંસો ખાઇ લેતા સારવારમાં ખસેડાયો


SHARE











જમવાનું બનાવવામાં થોડી વાર લાગશે તેમ માતાએ કહેતા મોરબીમાં યુવાને લૂંગી વડે ગળેફાંસો ખાઇ લેતા સારવારમાં ખસેડાયો

મોરબીના નવલખી કંડલા બાયપાસ ઉપર આવેલ ગાયત્રી ગૌશાળા પાછળના ભાગે રહેતા અને મજૂરી કામ કરતા પરિવારનો યુવાન તેઓના ઘર પાસે આવેલ શાળા નજીક લીમડાના ઝાડમાં લૂંગી વડે ફાંસો ખાઈ ગયો હતો જેથી તેને બેભાન હાલતમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બનાવનું કારણ જાણીને પોલીસ પણ અચંબામાં મુકાઈ ગઈ હતી યુવાન મજૂરી કામેથી પરત આવ્યો અને તેની માતાને ગરમ પાણી મૂકવાનું કહેતા અને જમવાનું બનાવવાનું કહેતા માતાએ જમવાનું બનતા થોડી વાર લાગશે પાણી મૂકી દઉં છું તેમ કહ્યું હતું તે બાબતનું મનોમન લાગી આવતા તે ઘરેથી નીકળી ગયો હતો અને ઘરની બાજુમાં આવેલ શાળા પાસે લીમડાના ઝાડે લૂંગી વડે ફાંસો ખાઈ જતા તેને સારવારમાં ખસેડાયો હતો.હાલ તે સારવાર હેઠળ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી પ્રમાણે રવિભાઈ સનાભાઇ કુમાણીયા જાતે કોળી (ઉમર ૨૦) રહે.નવલખી કંડલા બાયપાસ ગાયત્રી ગૌશાળા પાછળ વાળો કામેથી ઘરે આવ્યો હતો અને થાકી ગયો હોય નાહવા માટે ગરમ પાણી મૂક અને જમવાનું બનાવો તેમ તેની માતાને કહ્યું હતું જેથી પાણી મૂકી દઉં છું જમવાનું બનાવતા થોડી વાર લાગશે તેમ તેની માતાએ કહેતા તે બાબતે તેને મનોમન લાગી આવ્યું હતું.જેથી તે ઘરેથી નીકળીને ઘરની બાજુમાં આવેલ રોકડીયા હનુમાન પ્રાથમિક શાળા પાસે પહોંચ્યો હતો અને ત્યાં લીમડાના ઝાડ સાથે લૂંગી વડે ગળેફાંસો ખાવા પ્રયત્ન કરતા ત્યાં કોઈ આવી જતા તેને બચાવી લેવાયો હતો અને સારવાર માટે આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો.હાલ આ બાબતે જાણ થતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

યુવતી સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામે રહેતી પ્રીતિબેન ભાણજીભાઈ બારોટ નામની ૨૫ વર્ષીય યુવતી તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી ગઈ હતી જેથી તેણીને ભગવતીબેન દ્વારા સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવી હતી ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી. જ્યારે મોરબીના પીપળી રોડ ઉપર આવેલ શિવમ પાર્ક શેરી નંબર-૧ માં રહેતી કૃપાબેન રમેશભાઈ શેરસીયા નામની બાર વર્ષની બાળકીને તેના પાડોશી દ્વારા કોઈ બાબતે માર મારવામાં આવતા કૃપાબેનને સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી જે અંગે તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જે.પી. પટેલ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

બાઈક સ્લીપ થતા ઇજા

મોરબીના રવાપર ગામે ઘુનડા રોડ ઉપર આવેલ હનુમાન મંદિર પાસેની ચિત્રકૂટ સોસાયટી શેરી નંબર-૨ માં રહેતા નીતિનભાઈ પ્રેમજીભાઈ અઘારા નામના ૪૨ વર્ષના યુવાનને બાઇક લઈને જતા સમયે ઘુનડા રોડ ઉપર રસ્તામાં બાઇક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવેલ હોવાથી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરીને તપાસ હાથ ધરાઈ હતી.




Latest News