વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીમાં નશાની હાલતમાં દારૂ સમજીને ફીનાઇલ પી જતા યુવાનનું મોત


SHARE











મોરબીમાં નશાની હાલતમાં દારૂ સમજીને ફીનાઇલ પી જતા યુવાનનું મોત

મોરબીના શાક માર્કેટ પાસે આવેલ લોહાણાપરા વિસ્તારમાં રહેતો ખોજા યુવાન નશાની હાલતમાં દારૂ સમજીને ફિનાઈલ પી ગયો હતો જેથી તેને સારવારમાં ખસેડતા ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો જેથી હાલ પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના શાક માર્કેટ નજીક જેલ રોડ ઉપર આવેલા લોહાણાપરા વિસ્તારમાં રહેતા કરીમભાઈ નુરઅલીભાઇ જીયાણી જાતે ખોજા નામના ૪૫ વર્ષના યુવાનને ફિનાઇલ પી લીધેલી હાલતમાં બેભાન અવસ્થામાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં જોઈ તપાસીને તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને હોસ્પિટલ તરફથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા તપાસ માટે પહોંચ્યા હતા.બાદમાં નિવેદન લેવામાં આવતા સામે આવ્યુ હતુ કે મૃતક કરીમભાઈ ખોજાને નશો કરવાની કુટેવ હોય અને નશાની હાલતમાં તેઓ ભૂલથી દારૂ સમજીને ફિનાઈલની બોટલ પી ગયા હતા..! જેને પગલે તેઓને બેભાન હાલતમાં દવાખાને લઇ જવાતા ત્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા.

એસીડ પી જતા યુવતી સારવારમાં

મોરબીના શનાળા ગામે રાજપર રોડ ઉપર આવેલ પવનસુત પોલીમર્સ નામના યુનિટ પાસે મામાદેવના મંદિર પાછળના ભાગે રહેતા પરિવારની મુન્નીબેન પ્રવીણભાઈ કનોજ નામની ૧૯ વર્ષની પરણિતા એસિડ પી ગઈ હતી જેથી તેણીને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.પોલીસના જણાવ્યા પ્રમાણે પરણીતા મુન્નીબેન પ્રવીણભાઈ કનોજનો લગ્ન ગાળો આઠ માસનો છે.હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક નોંધ કરીને પૂછપરછ હાથ ધરી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામ નજીક હરિઓમ પાર્ક વિસ્તાર પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક લઈને જઈ રહેલા નાગરભાઈ રાઘવજીભાઈ કૂનપરા (ઉમર ૬૭) રહે.ઉમિયાનગર તા.સરા જી.સુરેન્દ્રનગર વાળાના બાઇકને કોઈ અજાણ્યા વાહન ચાલકે પાછળના ભાગેથી ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં ઈજા પામેલ નાગરભાઈ કુનપરાને મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા. જેથી બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મૂળ મધ્યપ્રદેશના બડગાવ કરની વિસ્તારની રહેવાથી અને હાલ મોરબી નજીકના જાંબુડીયા ગામે રહેતી રોહિણીસિંગ મનિષસિંગ પરિહાર નામની ૩૮ વર્ષીય મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે રસ્તામાં વાહન અકસ્માતમાં ઈજા થતા માથાના ભાગે ઇજાગ્રસ્ત હાલત તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.જેથી બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી.




Latest News