મોરબી નજીક ઇન્ડસ્ટ્રીઝમાં લોખંડનો ઘોડો માથે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત
SHARE
મોરબી નજીક ઇન્ડસ્ટ્રીઝમાં લોખંડનો ઘોડો માથે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત
મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ પૂનમ ઇન્ડસ્ટ્રીઝના ગેટ પાસે ટ્રક કન્ટેનરમાં ટાઇલ્સ ગોઠવવા માટે લોખંડની ફ્રેમનો ઘોડો ગોઠવતા હતા ત્યારે અકસ્માતે તે લોખંડનો ઘોડો માથે પડવાથી યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે મોરબી ત્યારબાદ રાજકોટ અને અમદાવાદ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતાં તે યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની મૃતકના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ યુપીના મોવ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ પૂનમ ઇન્ડસ્ટ્રીઝ કારખાનાની ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રાકેશ બગેદુભાઇ પ્રસાદ જાતે અનુ. જાતી (૨૭) નામનો યુવાન ગત તા. ૧૮/૧૦/૨૩ ના રોજ રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં ટ્રક કન્ટેનર નંબર જીજે ૧૨ બીએક્સ ૩૫૧૩ માં ટાઇલ્સ ગોઠવવા માટે લોખંડની ફ્રેમનો ઘોડો ગોઠવતો હતો દરમિયાન અકસ્માતે તે લોખંડનો ઘોડો માથે પડવાથી રાકેશને ગંભીર જાતે હતી જેથી કરીને પ્રથમ સારવાર માટે તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં અને ત્યાંથી અમદાવાદની પ્રમુખ હોસ્પિટલ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું છે અને હાલમાં અકસ્માતના આ બનાવની મૃતક યુવાનના પિતા બગેદુભાઈ બદ્રિભાઈ પ્રસાદ (૫૪) રહે. છપરા યુપી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જે.પી. વસીયાણી ચલાવી રહ્યા છે