હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

ભારે કરી: ટંકારાના અમરાપર ગામેથી ૪૮ હજારની કિંમતના ૧૬ બકરા-બકરીની ચોરી


SHARE













ભારે કરી: ટંકારાના અમરાપર ગામેથી ૪૮ હજારની કિંમતના ૧૬ બકરા-બકરીની ચોરી

ટંકારા તાલુકાનાં અમરાપર ગામે રહેતા અને પશુપાલનનો ધંધો કરતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓના કુલ મળીને ૧૬ જેટલા બકરા-બકરીઓની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને કુલ મળીને ૪૮ હજાર રૂપિયાની કિંમતના બકરા-બકરીઓની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના અમરાપર ગામે રહેતા અને પશુપાલનનો ધંધો કરતા ઝાકીર હુસેનભાઇ આહમદભાઈ રતનિયા જાતે લંઘા (૨૭) નામના યુવાને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે બકરા-બકરીઓની ચોરી અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. ૭/૧૧/૨૩ ના રાતના ત્રણેક વાગ્યાના અરસામાં અમરાપર ગામેથી તેઓના તેમજ તેઓના ઘરની બાજુમાં રહેતા નજરૂદ્દીનભાઈ અલીભાઈ કડીવાર અને ઇલ્મુદિનભાઈ અલીભાઈ કડીવારના કુલ મળીને ૧૬ જેટલા બકરા અને બકરીઓની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને કુલ મળીને ૪૮,૦૦૦ ની કિંમતના બકરા બકરીની ચોરી થઈ હોવાની હાલમાં ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે અમરેલી ખાતે બકરા બકરીની ચોરીઓ બાબતે એક શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે અને તેણે અમરાપર ગામે થયેલ બકરા બકરીની ચોરીની કબુલાત આપેલ છે જેથી હાલમાં ભોગ બનેલ યુવાન દ્વારા હાલમાં ટંકારા પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ કરવામાં આવી છે






Latest News