હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક રામધામ ખાતે આજે રામ મંદિરના ખાતમુહુર્ત સહિતના આયોજન માટે મહત્વની મિટિંગ


SHARE













વાંકાનેર નજીક રામધામ ખાતે આજે રામ મંદિરના ખાતમુહુર્ત સહિતના આયોજન માટે મહત્વની મિટિંગ

વાંકાનેર નજીક જાલીડા પાસે આવેલ રામધામ ખાતે આજે સાંજે પાંચ વાગ્યે જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં શ્રી રામચંદ્રજી ભગવાનના મંદિરનુ ખાત મુહુર્ત સહીતના આયોજન માટેની મહત્વની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી જિલ્લામાંથી સમસ્ત રઘુવંશી સમાજને ઉપસ્થિત રહેવા લોહાણા મહાજન-મોરબી સહીતની સંસ્થાઓ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે

આગામી ફેબ્રુઆરી માસમાં રઘુવંશી સમાજની એકતાના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામ ખાતે ૧૦૮ કુંડી શ્રી રામ મહાયજ્ઞ, શ્રી રામચંદ્રજી ભગવાનના મંદિરનુ ખાત મુહુર્ત સહીતના આયોજનોના અનુસંધાને રવિવાર તા ૧૦/૧૨ ના રોજ સાંજે પાંચ વાગ્યે મીટીંગનું જાલીડા ખાતે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રામધામના સ્વપ્નદ્રષ્ટા અને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં આ મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે, આ મીટીંગમાં સમસ્ત લોહાણા સમાજ-મોરબીના અગ્રણીઓને ઉપસ્થિત રહેવા મોરબી લોહાણા મહાજન સહીતની સંસ્થાઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સમસ્ત લોહાણા સમાજની એકતા અને અખંડીતતાનાં પ્રતિક સમા શ્રી રામધામના નિર્માણ માટે જીતુભાઈ સોમાણીએ ચંપલ ન પહેરવાની આકરી ટેક રાખવામા આવી હતી અને ત્યારબાદ શ્રી રામધામની પવિત્ર જગ્યા જાલીડા મુકામે શ્રી રામધામ કમીટી દ્વારા ખરીદવામાં આવતા જીતુભાઈની ટેક પૂર્ણ થઈ હતી. જો કે, ત્યાર પછી જ્યાં સુધી પ્રભુ શ્રી રામચંદ્રજીના મંદિરનુ ખાત મુહુર્ત ન થાય ત્યાં સુધી અન્ન તથા કઠોડનો જીતુભાઈએ ત્યાગ કર્યો છે ત્યારે આગામી ફેબ્રુઆરી માસમાં મંદિરનુ ખાત મુહુર્ત થશે ત્યારે તેમની ટેકના પારણા કરવવામાં આવશે. આ મિટિંગમાં આવવા માટે મોરબી શ્રી લોહાણા મહાજન, જલારામ પ્રાર્થના મંદિર, જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહિલા મંડળ, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના, રઘુવીર સેના સાર્વ. ટ્રસ્ટ, લોહાણા વિદ્યોતેજક ફંડ અને રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા અનુરોધ કરાયેલ છે 






Latest News