હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ધોળા દિવસે રિક્ષામાં અશ્લીલ હરકત કરનારા યુવક-યુવતી સામે ગુનો નોંધાયો


SHARE













મોરબીમાં ધોળા દિવસે રિક્ષામાં અશ્લીલ હરકત કરનારા યુવક-યુવતી સામે ગુનો નોંધાયો

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર બાઇક ઉપર યુવક યુવતી સ્ટંટ કરતાં હોય તેવો વિડીયો વાયરલ થયો હતો ત્યાર બાદ હાલમાં મોરબીમાં શનાળા રોડે આવેલ સરદાર બાગની સામેના ભાગમાં ધોળા દિવસે રીક્ષામાં બેઠા બેઠા પ્રેમી યુગલ અશ્લીલ હરકત કરતાં હોય તેવો વિડીયો સોશ્યલ મીડિયામાં વારયલ થયેલ હતી જેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં યુવક અને યુવતીની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીની સરાજાહેર અશ્લીલ હરકત કરવાનો જાણે કે ટ્રેન્ડ ચાલુ હોય તેવું મોરબીમાં જોવા મળી રહ્યું છે તેવામાં મોરબીના શનાળા સતત ટ્રાફિકથી ધમધમતા સરદાર બાગ સામેના ભાગમાં રિક્ષામાં બેઠા બેઠા યુવક અને યુવતી કોઇની પરવા કર્યા વગર બીભત્સ અને અશ્લીલ હરકતો કરતા હતા જેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વારયલ થયેલ હતો અને આ વિડીયોમાં યુવક જાહેરમાં રિક્ષામાં બેઠેલ યુવતીને ચુંબન કરી રહ્યો હોય અને અશ્લીલ હરકતો હોય તેવું દેખાઈ રહ્યું હતુ જેથી કરીને આ મામલે મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરેલ હતી અને હાલમાં સી.એન.જી રીક્ષા નં. જીજે ૧૩ વાય ૦૬૭૫ માં બેસીને અશ્લીલ હરકત કરનારા સંદીપભાઇ ઉર્ફે સુનીલ ધીરૂભાઇ પેથાણી રાવળદેવ (૩૮) રહે. વિધુતનગર ગરબીચોકની બાજુમા સામાકાંઠે મોરબી-૨ તેમજ તેની સાથે રહેલ યુવતીની સામે હાલમાં પોલીસે આઇ.પી.સી કલમ-૨૯૪, જી.પી.એક.ટ કલમ ૧૧૦, ૧૧૭ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News