વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીના બે પટેલ યુવાનોની બનાસકાંઠામાં 4 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ


SHARE











મોરબીના બે પટેલ યુવાનોની બનાસકાંઠામાં 4 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ

ગુજરાતમાંથી કેફી દ્રવ્યો-ડ્રગ્ઝ પકડવાનો સિલસિલો ચાલુ જ હોય તેમ બનાસકાંઠામાંથી ચાર લાખથી વધુના મેફેડ્રોન ડગ્ઝ સાથે મોરબીના બે પટેલ યુવાનોની ધરપકડ કરવામાં આવી છે।

બનાસકાંઠાના થરાદ પાસેથી બે યુવાનો ડ્રગ્ઝ સાથે પસાર થવાના હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.વહેલી સવારે પસાર થઈ રહેલી જીજે-36-એસી-3531 નંબરની હ્યુન્ડાઇ ક્રેટા કારને અટકાવી તલાસી લેતા કારમાં બેઠેલા મોરબીના નવા બસસ્ટેન્ડ સામે શ્રીજી પાર્કમાં રહેતા હાર્દિકભાઈ ઠાકરશીભાઈ મોરડીયા અને અવની ચોકડી પાસે અંબે પાર્કમાં રહેતા રવિભાઈ દુર્લભજીભાઈ ચારોલાને રાજસ્થાનથી આવતા ચેકપોસ્ટ પર અટકાવવામાં આવ્યા હતા. તલાશી દરમ્યાન 4.05 લાખનું મેફેડ્રોન ડ્રગ્ઝ મળી આવ્યું હતું. પોલીસના સુત્રોએ કહ્યું કે બન્ને શખ્સો રાજસ્થાનથી કારમાં મોરબી જઇ રહ્યા હતા.

તેઓએ પોતાના નામ રવિ દુર્લભજી પટેલ અને હાર્દિક ઠાકરશી પટેલ હોવાનું અને મોરબીના જ રહેવાસી હોવાનું દર્શાવ્યું હતું. બને પાસેથી એમડી ડ્રગ્સ, રૂપિયા 30 હજારની કિંમતના બે મોબાઈલ ફોન, 10 લાખની કિંમતની ક્રેટા કાર અને રૂપિયા 2200 રોકડા મળી 14,87,220 નો મુદામાલ કબ્જે કર્યો હતો.




Latest News