વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

વિશ્વના સૌથી મોટા વ્યાપારી સંકુલ ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવા તા.17ના મોદી સુરતમાં


SHARE











વિશ્વના સૌથી મોટા વ્યાપારી સંકુલ ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવા તા.17ના મોદી સુરતમાં

વડાપ્રધાનના હસ્તે નવા એરપોર્ટ ટર્મીનલને પણ ખુલ્લુ મુકાશે: સુરત માટે નવી આંતરરાષ્ટ્રીય ફલાઈટની પણ જાહેરાત થાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17મી ડિસેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે, તેમાં સુરતમાં નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું ઉદઘાટન અને હીરા ઉદ્યોગના વેપારનું સૌથી મોટા મથક એવા ડાયમંડ બુર્સને પણ વિધિવત શરૂ કરાવશે. પીએમ મોદીના આગમનની તૈયારીઓ માટે પક્ષના નેતાઓ અત્યારથી જોતરાઈ ગયા છે. વિસ્તરણ કરાયેલા નવા એરપોર્ટ ટર્મિનલને અનેક સુવિધાઓથી સજજ કરવામાં આવ્યું છે.

ટર્મિનલમાં ગુજરાતની સંસ્કૃતિને દર્શાવતું આર્ટ વર્ક પણ કરાયું છે, નવા ટર્મિનલમાં 1800 પ્રવાસીઓ સમાઈ શકે એટલી જગ્યા ફાળવવામાં આવી છે. ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય ફલાઈટના પ્રવાસીઓ માટે બે એકઝીકયુટીવ લોન્જ બનાવવામાં આવ્યા છે તો બીજી તરફ નવા ટર્મિનલમાં પાંચ એરોબ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે. સુરતીલાલાઓને નવા ટર્મિનલની ભેટ 17મી ડિસેમ્બરે મળશે.

વર્તુળોના જણાવ્યા પ્રમાણે આગામી લોકસભાની ચુંટણી પહેલાની વડાપ્રધાન મોદીની સુરતની આ વ્યુહાત્મક મુલાકાત હશે. વડાપ્રધાન તેમની સુરતની વિઝીટ દરમિયાન પક્ષના સ્થાનિક નેતાઓ સાથે બંધ બારણે બેઠક પણ યોજશે. અલબત, વડાપ્રધાન એક જ દિવસ માટે તેઓ ગુજરાતના પ્રવાસમાં આવી રહ્યાં છે. જો કે, દિવસ દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.

પાટીદાર સમાજના આગેવાનોને સૂચક સંદેશ
ડાયમંડ બુર્સનું ઉદઘાટન તો સિમ્બોલીક ગણાવાય છે પરંતુ ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા રાજયના ટોચના પાટીદાર સમાજના મહારથીઓને પણ આ કાર્યક્રમની સાથે આગામી લોકસભાની ચુંટણી માટેના સૂચક સંદેશ આપવાનો પણ આ મોકો હશે. સુરતમાં વડાપ્રધાનની આ મુલાકાતને સુરતીઓ ખૂબ આશાભરી નજરથી જોઈ રહ્યાં છે.

વડાપ્રધાન સુરતને નવી ઈન્ટરનેશનલ ફલાઈટ કનેકટીવીટીની જાહેરાત કરે તેવું પણ જોવાય રહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, નાગરિક ઉડ્ડયન મંત્રી જયોતિરાદીત્ય સિંધીયાએ અગાઉ સુરતના પ્રતિનિધિમંડળને સુરતથી દુબઈ અને સુરતથી હોંગકોંગની એમ બે કનેકટીવીટી મળે તેવી બાંયધરી આપી ચૂકયા છે.




Latest News