વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબી: બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે બાગાયતી યોજનાનો સેમીનાર યોજાયો


SHARE











મોરબી: બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે બાગાયતી યોજનાનો સેમીનાર યોજાયો

બાગાયતી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે મોરબી જિલ્લાના વાંકાનેર અને માળીયા તાલુકામાં બાગાયતી યોજનાઓ માટે માર્ગદર્શન આપવાના હેતુથી ખેડૂત શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ખેડૂત શિબિરમાં મુખ્યત્વે બાગાયત ખાતાના અધિકારીઓ, ખેતીવાડી ખાતાના અધિકારીઓ, આત્માના કર્મચારીઓ દ્રારા વિવિધ બાગાયતલક્ષી યોજનાઓની માહિતી આપી તેનો વધુને વધુ લાભ ખેડૂતો કઇ રીતે લઈ શકે તે અંગે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત બાગાયત ખાતાની નવી બાબત, પ્રાકૃતિક ખેતી તેમજ પાક વ્યવસ્થાપન, રોગ નિયમન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યકમમાં ખેડૂતોએ ઉત્સાહથી ભાગ લઈને વિવિધ યોજના અને તેના લાભ વિશે માહિતી મેળવી હતી.




Latest News