વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીના રાજપર પાસે સિલિકેટ ભરેલા ટેન્કરમાં આગ: ફાયરનું વાહન અડધા કલાકે પહોચ્યું !


SHARE











મોરબીના રાજપર પાસે સિલિકેટ ભરેલા ટેન્કરમાં આગ: ફાયરનું વાહન અડધા કલાકે પહોચ્યું !

મોરબીના રાજપરથી ખાનપર ગામ તરફ જવાના રસ્તે સિલિકેટ ભરેલા ટેન્કર જઈ રહ્યું હતું ત્યારે એક બાળકને બચાવવા જતાં ટેન્કરના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ટેન્કર રોડ સાઇડમાં ઉતારી ગયું હતું અને ત્યાર બાદ તુરતજ તેમાં આગ લાગી હતી જેથી તે ઘટનાની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જો કે, ફાયરબ્રિગેડની ટિમ ત્યાં અડધા કલાકે આવી હતી તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળે છે વધુમાં મળી રહેલા માહિતી મુજબ રાજકોટના શાપર જીઆઈડીસીમાં ૨૦ હજાર લીટર સિલિકેટ કેમિકલ ભરીને આમરણ ગામે આવેલ ફર્સ્ટ કેમિકલ કંપનીમાં આપવા માટે ટેન્કર જીજે ૩ એએક્સ ૭૩૭૪ જઈ રહયું હતું ત્યારે એક બાળકને બચાવવા જતા ટેન્કર રોડ સાઇડમાં ઉતારી ગયું હતું અને તેમાં આગ લાગી હતી તેની જાણ મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસનાં સભ્ય નયનભાઇ આઘારા દ્વારા મોરબી પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જો કે, સ્થળ ઉપરથી મળી રહેલ માહિતી મુજબ ફાયરની ટિમ ત્યાં અડધા કલાકે આવી હતી ત્યાં સુધીમાં વાહન બળીને ખાખ થઈ ગયું હતું જો કે, કોઈ જાનહાનિ થયેલ નથી અને ફાયર બ્રિગેડના અધિકારી જણાવ્યુ હતું કે, ઘટનાસ્થળે જવા વાહન નીકળ્યું હતું પરંતુ સુધારા શેરીમાં ટ્રાફિકજામના લીધે ઘટનાસ્થળે પહોંચવામાં વિલંબ થયો હતો




Latest News