હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જન્મ જયંતી નિમિતે મોરબીમાં રાજ્યપાલની હાજરીમાં ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞ-ધર્મસભાનું આયોજન


SHARE













મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જન્મ જયંતી નિમિતે મોરબીમાં રાજ્યપાલની હાજરીમાં ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞ-ધર્મસભાનું આયોજન

મોરબી જિલ્લાના પનોતા પુત્ર અને ભારત વર્ષના પિતામહ એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જન્મ જયંતી પ્રસંગે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત ૧૧૦૦ કુંડી વૈદિક મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે જેમા મોરબી જીલ્લાની સમગ્રા ધર્મપ્રેમી જનતાને હાર્દિક નિમંત્રણ છે. અને આ મહયજ્ઞ રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની હાજરીમાં યોજાશે અને ત્યારે ધર્મસભા અને મહાપ્રસાદ પણ યોજાશે

"ગુલામી માથી મુક્તિ" તથા "વેદ તરફ પાછા વળો" એવુ સુત્ર આપનાર સમાજ સુદ્ધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીજી ની ૨૦૦ મી જન્મ જયતિ તા.૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ટંકારા મુકામે ભવ્યાતિભવ્ય રીતે ઉજવવાનું આયોજન થઈ રહ્યુ છે. જેમાં મોરબી જીલ્લાની ધર્મ પ્રેમી જનતા તથા મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મ જયંતિ મહોત્સવ સમિતિ મોરબી સક્રિય રીતે જોડાઇને આપણી માટીના મહાપુરુષને ભવ્ય સ્મરણાંજલી આપવા આયોજન કરવામાં આવેલા છે. આ કાર્યક્રમના અવ્યક્ષ સ્થાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી બિરાજમાન થશે. અને પુજ્ય આચાર્ય ભજનાનંદ આશ્રમ બોટાદ વાળા સ્વામી આત્માનંદ સરસ્વતીજી આર્શિવયન આપશે. અને આ કાર્યક્રમમાં આચાર્ય આર્ય નરેશજી સંસ્થાપક ઉદ્ગીથ આશ્રમ દોહર હિમાચલ પ્રદેશની પણ પ્રેરક ઉપસ્થિતી રહેશે.

આ કાર્યક્રમ આર્યભુમી પ્રભુ રત્ન પાર્ટી પ્લોટ પાછળ એસ.પી. રોડ અને રવાપર-ધુનડા રોડ વચ્ચે સનસિટીના ગ્રાઉન્ડ થવા જઈ રહ્યો છે જેમા મોરબી જિલ્લાની ધર્મ પ્રેમી જનતાને સમિતિના પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા તથા મંત્રી રામજીભાઈ બાવરવા તેમજ સમિતિના તમામ સદસ્ય દ્વારા આવવા માટે નિમંત્રણ આપવામાં આવેલ છે આ કાર્યક્રમના મુખ્ય સહયોગી દાતા સ્વ. ભરતભાઈ હરીભાઈ કગથરાના દીકરા રાજુભાઈ ભરતભાઈ કગથરા છે. આ કાર્યક્રમની વિશેસતા એ છે કે, સ્વૈછિક દાન દ્વારા આ કાર્યક્રમ કરવાનું આયોજન કરવામં આવેલ છે. અને ૧૧૦૦ કુંડી વૈદિ: મહાયજ્ઞમાં યજમાનોએ કોઈ યાર્જ ચુકવવાનો નથી કે કોઈ જ્ઞાતિ બાધ નથી.

આ યજ્ઞમાં મોરબી જિલ્લાની દરેક જ્ઞાતિ તેમજ દરેક રાજ્યના યજમાનો યજ્ઞમા બેસવા માટેનું પણ ખાસ આયોજન સમિતિ દ્વારા કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ ધ્વજારોહણ માનનીય આચાર્ય આર્ય નરેશજીના હસ્તે તા.૨૩/૧૨ ને શનિવાર ના રોજ સાંજે ૪:૦૦ કલાકે કરીને કાર્યક્રમને ખુલ્લી મુકવામાં આવશે. ત્યાર બાદ તા ૨૪/૧૨ ના રોજ સવારે ૮થી ૧૦ મહયજ્ઞ કરવામાં આવશે ત્યાર બાદ ૧૦થી ૧૨ સુધી ધર્મસભા યોજાશે અને ત્યાર પછી ૧૫,૦૦૦ લોકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે

આ મહાયજ્ઞમાં ૨૬૦ કિલો દેશી ગાયનું શુદ્ધ ઘી, ૩૨૫ કિલો હવન સામગ્રી (૧૦૦ જાતની ઔષધીઓ સાથે), યજ્ઞમાં પાંચ જાતની સમિધા (ખિજડો, પીપળો, આંબો, ખેર, સવન) અને યજ્ઞમાં બેસનાર યજમાને માત્ર આસન સિવાય કોઈ વસ્તુ સાથે લાવવાની નથી આ યજ્ઞ માટે ૧૫ વિધાની વિશાળ જગ્યામાં આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ ૯૦૦ થી વધુ સ્વયં સેવકો દ્વારા સેવા આપવામાં આવશે અને ખાસ કરીને જુદી-જુદી છ જગ્યાએ વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છ






Latest News